ડિજિટલ શિક્ષણની દુનિયામાં અમરેલી તાલુકાના નાના માચીયાળાની આગેકૂચ
અમરેલી-વડિયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબમુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામે ટેબલેટ વિતરણ સમારોહ યોજાયો હતો. સમાજ સેવા સાથે સંકળાયેલ સંસ્થા અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ‘દીપ શાળા’ પ્રોજેક્ટ અન્વયે ધો.૦૭ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ટેબલેટનું નાયબ મુખ્ય દંડકશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા ૩૫ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા હતા.
ડિજિટલ શિક્ષણના યુગમાં છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ગુણવત્તાસભર શિક્ષણ મેળવે અને વિશ્વની તોલે ઉભા રહે તેના માટે આ ટેબલેટ ઉપયોગી થશે. આ પ્રસંગે મિશન સ્કુલ ઓફ એક્સલન્સ અંતર્ગત ‘જ્ઞાનકુંજ’ અન્વયે ફાળવવામાં આવેલા ૦૩ સ્માર્ટ બોર્ડનું નાયબ મુખ્ય દંડકશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી. શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments