ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ના હિન્દી વર્ઝનમાં આલિયા ગાશે બે સોન્ગ
‘બાહુબલી’ ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આરઆરઆર’ને લઈને એક સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આલિયા ભટ્ટ તેની આ ફિલ્મમાં ખુદ માટે બે સોન્ગ ગાવાની છે. આ પહેલાં આલિયાએ ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘હાઇવે’ અને શશાંક ખૈતાનની ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં સોન્ગ ગાયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ સાઉથ સુપર સ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર ‘આરઆરઆર’માં આલિયા એક સોન્ગ અને એક ડાન્સ નંબરને પોતાનો અવાજ આપી શકે છે. આલિયા આ ફિલ્મના માત્ર હિન્દી વર્ઝન માટે સોન્ગ ગાશે.
ફિલ્મ ૫ ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિળ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. થોડા દિવસ પહેલાં રાજામૌલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આરઆરઆર’ની રિલીઝ ડેટનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું હતું. આ વાતની જાણકારી આલિયા ભટ્ટે ૨૫ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું એક નવું પોસ્ટર શેર કરીને આપી હતી. આલિયા ભટ્ટે પોસ્ટર શેર કરી લખ્યું હતું, આરઆરઆર માટે તૈયાર થઇ જાઓ. ૧૩ ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે. રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન અને આલિયા ભટ્ટ પણ ફિલ્મમાં લીડ રોલમાં છે.
ફિલ્મ વિશે વાત કરતા પ્રોડ્યુસર ડીવીવી દાનય્યાએ કહ્યું હતું, ‘અમે ‘ઇઇઇ’ના શૂટિંગ શેડ્યુઅલના એન્ડની નજીક પહોંચી ગયા છીએ અને આ ફિલ્મને દર્શકો સામે લાવવા માટે ઘણા ઉત્સુક છીએ. અમે દર્શકો સાથે થિયેટરમાં દશેરા જેવા મોટા તહેવારને મનાવવા માટે પણ ઘણા ઉત્સુક છીએ.
Recent Comments