ડિરેક્ટર સાજિદ ખાનના જન્મદિવસે લોકોએ તેમને યાદ કર્યા
સાજિદ ખાન માત્ર દિગ્દર્શક જ નથી પણ એક્ટર, કોમેડિયન અને ટીવી પ્રેઝન્ટર પણ છે. સાજિદે તેની કારકિર્દીની શરૂઆત ૧૯૯૫માં ટીવી સો મેં ભી ડિટેક્ટિવથી કરી હતી. આ શો સાજિદે હોસ્ટ કર્યો હતો. આ પછી સાજિદે અભિનયની દુનિયામાં પગ મૂક્યો અને ફિલ્મ ‘જૂથ બોલે કૌવા કાટે’થી અભિનયની શરૂઆત કરી. પછી સાજિદે ફિલ્મોનું નિર્દેશન કરવાનું નક્કી કર્યું અને દિગ્દર્શક તરીકે તેની પ્રથમ ફિલ્મ ડરના જરૂરી હૈ હતી. સાજિદ ૧૪ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. સાજિદ ખાનની બહેન ફરહા ખાને પરિવારની સંભાળ રાખવા માટે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. સાજિદ ધોરણ ૧૦માં ત્રણ વખત નાપાસ થયો છે. તમામ મુસીબતો સામે લડ્યા બાદ તેણે બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આ ફિલ્મ પછી સાજિદ ખાને ઘણી ફિલ્મો કરી હતી. પરંતુ તે તમામ ફિલ્મોનો પહેલો અક્ષર હતો એચ. તે તેની પ્રથમ ફિલ્મ હે બેબી હતી જે વર્ષ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ફરદીન ખાન, વિદ્યા બાલન અને બોમન ઈરાની હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ પછી સાજિદે હાઉસફુલ બનાવી જે વર્ષ ૨૦૧૦માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઘણા સ્ટાર્સે કામ કર્યું હતું જેમાં અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રિતેશ દેશમુખ, લારા દત્તા લીડ રોલમાં હતા. ત્યારબાદ સાજિદે હાઉસફુલ ૨ બનાવી જેમાં સ્ટાર કાસ્ટ મોટી થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, જાેન અબ્રાહમ, જેકલીન ફર્નાન્ડીઝ, રિતેશ દેશમુખ, શ્રેયસ તલપડે, અસિન, જેકલીન ફર્નાન્ડીઝ, ઝરીન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ પછી સાજિદે હિમ્મતવાલા અને હમશકલ્સ ફિલ્મો બનાવી હતી. પરંતુ બંને ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો ન હતો. સાજિદ છેલ્લા ઘણા સમયથી એક્ટિવ નથી અને લાઈમલાઈટથી પણ દૂર છે. લાંબા સમયથી તેમની કોઈ ફિલ્મ આવી નથી અને તેઓ પોતે પણ જાેવા મળ્યા નથી.બોલિવૂડ ડિરેક્ટર સાજિદ ખાન આજે (૨૩ નવેમ્બર) પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમનો જન્મ વર્ષ ૧૯૭૧માં મુંબઈમાં થયો હતો. જ્યારે તે છ વર્ષનો હતો ત્યારે તેના માતાપિતા અલગ થઈ ગયા હતા. તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. સાજિદના પિતા ફિલ્મ નિર્માતા હતા પરંતુ નિષ્ફળતાના કારણે તેણે દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે તેનું લીવર ડેમેજ થયું હતું.
Recent Comments