રાષ્ટ્રીય

ડિલીવરી બોયે મંદિર પરિસરમાં મટન ડિલીવર કરવાની ના પાડી, તો કંપનીએ નોકરીમાંથી કાઢી મુક્યો

સ્વિગી ડિલિવરી બોય સચિન પાંચાલે મટન, કોરમાં ઓર્ડરને મંદિર પરિસરમાં પહોંચાડવાની ના પાડી. આ જૂના દિલ્હીના મરઘટ હનુમાન મંદિર પરિસરની વાત છે. આ વાત પર સ્વિગીનું કહેવુ હતુ કે ડિલિવરી બોયની ડ્યૂટી હોય છે કે એને દરવાજા સુધી સામેની વ્યક્તિને ખાવાનું પહોંચાડવું, પરંતુ સચિન પાંચલે આ વાતનો ઇન્કાર કરતા સ્વિગીએ આ ડિલિવરી બોયને નોકરીમાંથી કાઢી મુક્યો.

જાે કે વાત અહીંયા શાંત ના રહેતા આગળ થયુ કંઇક એવું કે મંદિર પરિસરના લોકોએ સચિનનું સમ્માન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કાશ્મીર ગેટ સ્થિત મશહૂર મરઘટ બાબા હનુમાન મંદિર પરિસરની પાસે મટન કોરમાનો ઓનલાઇન ઓર્ડર કર્ય હતો. આ વિશે આજતકના અહેવાલ અનુસાર ડિલિવરી બોય સાથે જ્યારે વાત કરવામાં આવી તો એને આ ઓર્ડરનો ઇન્કાર કરી દીધો હતો. સચિન પાંચાલ એ ડિલિવરી બોય છે જેને ગયા અઠવાડિયામાં એક વિડીયો શેર કર્યો હતો જેમાં જાેવા અને સાંભળવા મળી રહ્યુ છે કે એને ઘાર્મિક જગ્યાએ ઓર્ડરને પહોંચાડ્યો નથી. ડિલિવરી બોય મંદિર પરિસરના બહાર ઉભો હતો અને કસ્ટમર સાથે વાત કરતો હતો કે તમે ઇચ્છો છો તો બહાર આવીને ઓર્ડર લઇ શકો છો, પરંતુ કસ્ટમરે બહાર આવ્યા નહીં અને મંદિર પરિસરની અંદર મટન કોરમાની ડિલિવરી થઇ નહીં.

એક વિડીયોમાં સચિન પાંચાલના હાથમાં મટન કોરમા ખાવાના ઓર્ડર માટે મંદિર પરિસરની બહારના ગેટ પર ઉભો કરવામાં આવ્યો છે. ડિલિવરીનું લોકેશન યમુના બજાર, હનુમાન મંદિર હતુ. આ વિડીયોમાં જે પ્રમાણે દેખાઇ રહ્યું છે એને લઇને આ ઘટના એક માર્ચ ૨૦૨૩ની છે. જાે કે આ મામલે સ્વિગીએ આ ડિલિવરી બોયને નોકરીમાંથી કાઢી મુક્યો છે. આ વિડીયો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સ્વિગી બોયની ડ્યૂટી હોય છે કે એને કોઇ પણ વ્યક્તિને દરવાજા સુધી ખાવાનું પહોંચાડવું, પરંતુ સચિને આ વાતનો ઇનકાર કર્યો અને સ્વિગીએ નોકરીમાંથી કાઢી મુક્યો. આ વિડીયો વાયરલ થયા પછી મંગળવારના રોજ પવિત્ર મંદિરની ધાર્મિક પવિત્રતા જાળવી રાખવા માટે મરઘટ હનુમાન મંદિર બોર્ડના લોકોએ સચિનને સમ્માનિત કર્યો.

Related Posts