ડીંડોલી વિસ્તારમાંથી બાંગ્લાદેશી યુવક અને યુવતી ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. ડીંડોલીના આરડી નગરમાં હિન્દુ નામ રાખીને ભાડાના મકાનમાં રહેતા હતા. જે અંગે શંકા જતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. લોકોની રજૂઆત બાદ પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આરડી નગરમાં હિન્દુ નામ રાખી ભાડે રહેતા યુવાન અને યુવતી અંગે સ્થાનિકોને શંકા જતા જે વ્યક્તિના મકાનમાં રહેતા હતા તેમને પંદર દિવસ અગાઉ પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. જેને ધ્યાને લઈ આજે સોસાયટીના નાગરિકો અને હિન્દુ સંગઠનો દ્વારા તેનો વિરોધ કરી ડીંડોલી પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા હતા.
ડીંડોલીમાં હિન્દુ નામ રાખીને ભાડાના મકાનમાં રહેતા બાંગ્લાદેશી યુવક અને યુવતી ઝડપાયા

Recent Comments