fbpx
અમરેલી

ડીએપી, એનપીકે ખાતરોનાં ભાવવધારાનાં મુદ્યે ખેડૂતોની વ્‍હારે આવતા દિલીપ સંઘાણી

ડીએપી, એનપીકે ખાતરો બનાવવામાં વપરાતા કાચા માલના આંતરરાષ્‍ટ્રીય ભાવોમાં વધારો તથા થેલી દીઠ ઉત્‍પાદન ખર્ચ રૂા. 700 જેટલો વધેલ છે. જેથી રા. ખાતરોનો ભાવ વધારો અનિવાર્યબનેલ હોય આ ભાવ વધારો ખેડૂતો માટે અસહય બને તેમ હોય, રાજયની એપેક્ષ સહકારી સંસ્‍થા ગુજકોમાસોલના ચેરમેન અને એન.સી.યુ.આઈ. તથા ઈફકો જેવી દેશની ટોચની સંસ્‍થાના વડા દિલીપભાઈ સંઘાણીએ આ પ્રશ્‍ને પહેલ કરીને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પરશોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા સહિત કેન્‍દ્રીય મંત્રીઓ સાથે સતત સંપર્કમાં રહી સંકલન કરી આ ભાવ વધારો ખેડૂતો ઉપર ન આવે તે માટે ભારત સરકારના કેન્‍દ્રીય મંત્રી સહિત પ્રધાનમંત્રી સુધી અસરકારક રજૂઆત કરતા ભારત સરકારે ડી.એ.પી. ખાતરની સબસીડીમાં વધારો કરતા ખેડૂત આલમ આ ભાવ વધારામાંથી ઉગરી ગયેલ છે. અને સબસીડીમાં વધારો કરી જે ભાવવધારો ભારત સરકારે ભોગવવાનું નકકી કરેલ છે. તેનાથી ગુજરાતના જ નહીં પણ દેશના કરોડો કિસાનોની ખેવના અને મદદ કરવાનો નિર્ણય થયો છે. તેમાં દિલીપભાઈ સંઘાણીની પહેલ અને રાજકીય સક્રિયતા સાથે દિલ્‍હી મુકામે ઉપસ્‍થિત તેમની વગ, પહોંચ કામ કરી રહેલ છે અને આ પ્રશ્‍નના નિરાકરણ માટે પોતાની આવડત અને અનુભવનો પણ પરિચય થયો છે. જેની નોંધ દેશ અને રાજયના જાણકાર સહકારી અને ખેડૂત અગ્રણીઓ લઈ તેમના આ પ્રયાસને બિરદાવી ખુશી વ્‍યકત કરેલ છે અને તા.ર3/6ના રોજ મળેલ ગુજરાત સ્‍ટેટ મા.કો. ફેડરેશન (ગુજકોમાસોલ)ના બોર્ડ ઓફ ડિરેકટરનીમિટીંગમાં ડી.એ.પી. પ્રશ્‍ને ખેડૂતોને મદદરૂપ થવા પહેલ કરવા અને પરિણામલક્ષી ભૂમિકા બદલ દિલીપ સંઘાણીને અભિનંદન સાથે આભાર વ્‍યકત કરતો ઠરાવ કરેલ છે. તેમજ આ બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠકમાં નેનો યુરીયા ખાતરને મંજૂરી આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો અને કેમીકલ અને ફર્ટીલાઈઝર મંત્રીનો પણ આભાર માનેલ છે અને નેનો યુરીયાનો વપરાશ કરી ઉત્‍પાદન કરવાની કામગીરી બદલ ઈફકોના ચેરમેન બલવિંદરસિંહ નકકઈ, વા. ચેરમેન દિલીપભાઈ સંઘાણી, એમ.ડી. યુ.એસ. અવસ્‍તી સહિત બોર્ડ ઓફ ડિરેકટર્સ ઈફકોનો પણ આભાર વ્‍યકત કરેલ છે.

Follow Me:

Related Posts