ડીજી સેટ, ટેન્કરો તેમજ અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ મારફતે ૧૦૦% ગામોમાં વીજપુરવઠો અવિરતપણે ચાલુ
અમરેલી જિલ્લામાં વાવાઝોડાની લીધે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને માઠી અસર પહોંચી હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાના ૬૦૮ ગામોમાંથી ૬૦૮ ગામોમાં એટલે કે ૧૦૦% ગામોમાં પાણી પુરવઠો અવિરતપણે હાલ ચાલુ છે.
અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓના કુલ ૬૦૮ ગામો પૈકી ૨૮૩ જેટલા ગામોમાં હાલ જૂથ યોજના મારફતે, ૭૮ ગામોમાં ટેન્કરો મારફતે, ૫૪ ગામોમાં ડીજી સેટ મારફતે અને ૧૯૩ જેટલા ગામોમાં અન્ય વૈકલ્પિક વ્યવસ્થા મારફતે પાણીના વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે વિનાશકારી વાવાઝોડાના લીધે રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં વીજપોલ તેમજ સબસ્ટેશનોને વ્યાપક નુકસાન થતા ગામોમાં મોટર કે અન્ય વીજ ઉપકરણો થકી પાણી પહોંચાડવાનું હાલ શક્ય નથી માટે ડીજી સેટ તેમજ ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવે છે.
Recent Comments