ડીસાના ઉમેદવાર ડૉ.રમેશ પટેલે સમર્થકો સાથે વિશાળ રેલી યોજી

ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ.રમેશ પટેલ સહિત સમર્થકોની આજે વિશાલ રેલી સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો. ઉમેદવારે લોકોને તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારા શિક્ષણને પ્રાથમિકતા આપતી પાર્ટીને જીતાડવા અપીલ કરી હતી. ડીસામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ.રમેશ પટેલે ડોર ટુ ડોર પ્રચાર વેગવંતો બનાવ્યો છે. ત્યારે ડીસા દિપક હોટલથી જલારામ સર્કલ, રાણપુર રોડ, ગાયત્રી મંદિર, ડોક્ટર હાઉસ સહિતના વિસ્તારમાં વિશાળ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ.રમેશ પટેલ દ્વારા ડોર ટુ ડોર લોકો સાથે મુલાકાત કરી હતી.
પરીવાદવાદને જાકારો આપી પરીવર્તન લાવી ‘આપ’ને એક મોકો આપવા મતદાતાઓને વિનંતી સાથે અપીલ કરી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લોકો સાથે નાની નાની બેઠકો કરી તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મફત અને સારું શિક્ષણને પ્રાથમિકતા આપતી પાર્ટીને મત આપી ભષ્ટ્રાચાર મુક્ત સમાજ બનાવવા અપીલ કરી હતી. ભાજપ અને કોંગ્રેસથી કંટાળેલા લોકોને આમ આદમી પાર્ટીમાં જાેડાઈ આઝાદીની બીજી લડાઈમાં જાેડાવા આહ્વાન કર્યું હતું.
Recent Comments