સૌરાષ્ટ - કચ્છ

ડીસાના કણઝરા ગામના બે શખ્સે જેતપુરના વેપારી સાથે ખોટો ચેક આપી ઠગાઈ આચરી

જેતપુરમાં ઓઈલ મિલ ધરાવતાં વેપારી સાથે વિશ્વાસ કેળવી ડીસાના કણઝરા ગામના બે યુવાનોએ વેપારીને વિશ્વાસમાં લઇ રૂપિયા ૩.૯૪ લાખનું મગફળીનું ખોળ ખરીદી ખોટો ચેક આપી છેતરપીંડી આચરતાં ફરિયાદ નોંધાઈ છે. કણઝરા ગામના ભરતજી જયંતિજી ઠાકોરએ ખોટું નામ વિષ્ણુજી ઠાકોર બતાવી તેમના ભાગીદાર મુકેશજી પ્રધાનજી ઠાકોર સાથે મળી જેતપુરના વેપારીને વિશ્વાસમાં લઈ મગફળીનું ખોળ મંગાવ્યું હતું. જેથી વેપારીએ પ્રતિ કિલો ૩૦ રૂપિયાના ભાવનું અને રૂ. ૩,૯૪,૨૦૦ ની કિંમતનું ૧૩,૧૪૦ કિલો (૨૪૦ બેગ) ખોળ ડીસા મોકલાવી હતી અને સાથે વેપારી સંદીપભાઈ અને યોગેશભાઈ ગાડી લઈને પેમેન્ટ લેવા માટે ડીસા આવ્યા હતા.શ્રીરામ વેબ્રિજ જાેડે આવી યોગેશભાઈએ વિષ્ણુભાઈ ઠાકોરને તમારો મગફળી ખોળની ગાડી આવી ગયેલ છે.

અને તેના પગલે વિષ્ણુભાઈ ઠાકોર ત્યાં તેમના ભાગીદાર મુકેશભાઈ ઠાકોરને લઈ ત્યાં આવેલા અને ગાડીનું વજન કરતા કુલ વજન ૧૩,૧૪૦ કિલો મગફળી ખોળ કિ. ૩,૯૪,૨૦૦ થતી હોઇ આ પેમેન્ટ પેટે વિષ્ણુભાઈ એ બે લાખ રોકડા અને બાકીના રૂપિયા ચેકથી આપવા તેમ જણાવી યોગેશભાઈ અને સંદીપભાઈને ખોટો ચેક આપતાં મુકેશજી ઠાકોર અને ભરતજી જયંતીજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા તાલુકાના કણઝરા ગામના અને જેતપુરના વેપારી સાથે છેતરપીંડી આચરનાર ભરતજી જયંતિજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે પોતાના ભાગીદાર મુકેશજી પ્રધાનજી ઠાકોરનું જેતપુરના વેપારી અપહરણ કરીને લઈ ગયા હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

Related Posts