ડીસા તાલુકાના ઝેરડા ગામે ગ્રામજનો દ્વારા સંત મેળાવડાનું આયોજન કરાયું હતું. ગામમાં શુખશાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે યોજાયેલ સંતવાણી, ભજન સત્સંગ અને ભોજન પ્રસાદ કાર્યક્રમમાં હજારો લોકોએ લાભ લીધો હતો. ડીસા તાલુકાના ઝેરડા ગામે ગ્રામજનો દ્વારા દર વર્ષે ગામના વિકાસ માટે અનેકવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે રાત્રે પણ હાઇવે પર આવેલ હનુમાનજીના મંદિર ખાતે સંત મેળાવડાનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં બનાસકાંઠા સહિત ગુજરાત ભરમાંથી અનેક સંતો ઉપસ્થિત રહી મોડી ભજન સત્સંગ કર્યો હતો. ભજન સત્સંગ કાર્યક્રમમાં ઝેરડા સહિત આજુબાજુના પંથકમાંથી પણ હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આજે સમગ્ર ગ્રામજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં હજારો લોકોએ ભોજન-પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
Recent Comments