ડીસામાં પરિણીતા પોલીસ ફરિયાદ ન નોંધાતાં અંતે કોર્ટની શરણમાં, ૯ સામે ફરિયાદનો પોલીસને આદેશ કરાયો

ભારત જેવા વિકસતા દેશમાં હજી પણ રૂઢિવાદીઓ પ્રેમલગ્નને સ્વીકારવા તૈયાર નથી. આપણે ઘણીવાર ‘ઓનર કિલિંગ’ની ઘટનાઓ સાંભળતા હોઈએ છીએ અથવા તો બળજબરીપૂર્વક યુવક-યુવતીને અલગ કરી દેવામાં આવતાં હોય છે. ત્યારે બનાસકાંઠાના ડીસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્ન કરનારી યુવતીને તેના ઘરવાળા અપહરણ કરી રાજસ્થાન લઈ જાય છે, પછી તેનો ગર્ભપાત કરાવવામાં આવે છે.
એ ઓછું હોય તો તેનો નાનો ભાઈ યુવતીને વેચી દે છે. જેમ-તેમ કરી યુવતી હવસખોરની ચુંગાલમાંથી છૂટી પોલીસ સ્ટેશને જાય છે, તો તેની ફરિયાદ લેવામાં નથી આવતી. એ પછી તે કોર્ટની શરણે જાય છે અને ત્યાંથી ડોક્ટર અને ૪ મહિલા સહિત ૯ સામે પોલીસ ફરિયાદ નોંધવા પોલીસને આદેશ આપવામાં આવ્યો અને ડીસા તાલુકા પોલીસે ડોક્ટર સહિત કુલ ૯ લોકો સામે ફરિયાદ નોંધી સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.
Recent Comments