ડીસામાં ૮૦ વર્ષીય બીમાર અને અશક્ત વૃદ્ધ દર્દીને તેના પરિવારે એમ્બ્યુલન્સમાં લાવી મતદાન કરાવ્યું

ડીસામાં એક ૮૦ વર્ષીય બીમાર અને અશક્ત વૃદ્ધ દર્દીને તેના પરિવારે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે વ્હીલચેર પર લાવી મતદાન કરાવ્યું હોવાની ઘટના સામે આવી છે. એક એક મતનું મહત્વ સમજાવવા અને દર્દીની ઈચ્છા હોવાથી પરિવારે ડોક્ટરને સાથે રાખી દર્દીને મતદાન મથક સુધી લઈ જઈ મતદાન કરાવ્યું હતું. ડીસામાં રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધ કિરીટભાઈ ખત્રી છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બીમાર હોવાથી ઘરે જ વેન્ટિલેટર પર આઇસોલેશનમાં હતા. ત્યારે ચૂંટણીમાં તેમને પણ મત આપવાની ઈચ્છા વ્યક્ત કરતા તેમના પરિવારે આદર્શ હાઇસ્કુલ ખાતે આવેલ મતદાન મથક સુધી લાવવા માટેની વ્યવસ્થા કરી હતી.
જેમાં દર્દીના પરિવારે ડો.વિશાલ ઠક્કર અને ડો.અંકિત માળીને સાથે રાખી દર્દીને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે મતદાન મથક સુધી લઈ આવ્યા હતા. ત્યાંથી વ્હીલચેર પર બેસાડી મતદાન બુથ સુધી લઈ જઈ મત દાન કરાવ્યું હતું. અંગે દર્દીના પુત્ર પ્રશાંત ખત્રીએ જણાવ્યું હતું કે, તેમના પિતાને મતદાન કરવાની ઈચ્છા જણાવતા તેમને ડોક્ટર સાથે એમ્બ્યુલન્સમાં મતદાન મથક સુધી લાવ્યા હતા અને મતદાન કરાવ્યું હતુ. વધુમાં તેમણે દરેક નાગરિકને મતદાન કરવા માટેની સલાહ આપી હતી.
Recent Comments