ડીસા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા માવજી દેસાઈ
બનાસકાંઠા જિલ્લાના માર્કેટીંગ યાર્ડની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માર્કેટ યાર્ડના સભાહોલમાં યોજાઈ હતી. જેમાં નિયામક મંડળના ૧૪ પૈકી ૧૩ સભ્યો હાજર રહ્યા હતા. ચેરમેન પદ પર માવજી દેસાઈની બિનહરીફ વરણી થતા માવજી દેસાઈના સમર્થકોમાં આનંદ છવાઈ ગયો હતો. ડીસા એપીએમસીમાં ચેરમેન પદની ચૂંટણી માટે રાજકારણ ગરમાયુ હતુ.
છ મહિના પહેલા અચાનક ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા સરકાર દ્વારા સ્થગિત રાખવામાં આવી હતી ત્યારબાદ આજે ફરીથી ભૂજ જિલ્લા રજિસ્ટારના અધ્યક્ષ સ્થાને ડીસા એપીએમસીના ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ. જેમાં ડીસા એપીએમસીમાં ૧૪ સભ્યો પૈકી ૧૩ સભ્યો હાજર રહ્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માત્ર એક ફોર્મ ચેરમેન પદ માટે ચેરમેન તરીકે માવજી દેસાઈ બિનહરીફ નિયુક્ત થયા છે.
ચેરમેન બનેલ માવજી દેસાઈએ જણાવ્યુ હતુ કે ડીસા માર્કેટ યાર્ડની બીજા ટર્મની ચૂંટણીમાં મારા પર ફરીથી વિશ્વાસ મૂકીને મને ચેરમેનપદે
Recent Comments