ડીસામાંથી ચોરાયેલી બાઈકનો ગુનો શહેર ઉત્તર પોલીસે ઉકેલી દીધો છે અને રાજસ્થાનથી આવી બાઈક ચોરીને નાસી ગયેલા પરપ્રાંતીય ચોરને પોલીસ પકડી લાવી છે. તેમજ ચોરેલું બાઈક જપ્ત કરી વધુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ કર્યા છે. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેમાં એક પેશન પ્રો બાઈકની પણ ચોરી થઈ હતી.
આ ચોરી મામલે ડીસા શહેર ઉત્તર પોલીસે જીણવટભરી તપાસ શરૂ કરી હતી અને હ્યુમન સોર્સીસના આધારે બાઈક ચોરને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના સેડિયા ગામે રહેતો રાજુરામ લાલારામ વિશ્નોઈ નામનો પરપ્રાંતીય શખ્સ ગુજરાતમાં આવી બાઈક ચોરી કરી નાસી જતો હતો. જેથી પોલીસે તેને વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરની પૂછપરછ કરી ચોરી કરેલું બાઈક પેશન પ્રો પણ કબ્જે કર્યું છે. ડીસા શહેર ઉત્તર પોલીસે બાઈક ચોરને ઝડપી લઈ તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ચોરીના વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પ્રયાસ હાથ ધર્યો છે.
Recent Comments