ડુંગળીને ગરીબોની કસ્તુરી માનવામાં આવે છે. સિઝનમાં સસ્તા ભાવે ડુંગળી મળે છે જેના અનેક ફાયદાઓ છે. ડુંગળી ખાવાના તો ફાયદાઓ તો છે જ પરંતુ લોકો હવે ડુંગળીનો ઉપયોગ તેલ બનાવવા માટે પણ કરી રહ્યા છે.
મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા પણ ડુંગળીનું તેલ બનાવવામાં આવી રહ્યુ છે. બજારમાં તો આ તેલ મળશે પરંતુ તમે ઘરે પણ તેને બનાવી શકો છો. ડુંગળીના કારણે નિષ્ણાતોનું કહેવું છે કે, આ તેલને કારણે ખોડાની સમસ્યા દૂર થાય છે અને માથાના વાળ ઓછા ઉતરે છે.
ડુંગળીનું તેલ લગાવવાના વિવિધ પ્રકારના ફાયદા પણ છે. ડુંગળીનું તેલ કેવી રીતે બનાવવુ જોઇએ તેને પણ આપણે જાણી લઇએ.
સૌથી પહેલા ડુંગળીનું તેલ બનાવવા માટે ડુંગળીને મિક્સરમાં નાખીને પીસી લો. જરૂર પડતા 50 ગ્રામ ડુંગળી જ લો, એક બાઉલમાં નારિયેળ તેલ નાખો, જેમાં તમે પેસ્ટ કરેલી ડુંગળીને ઉમેરો, આ બન્ને વસ્તુ મિક્સ કરીને તેને ઉકાળો, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ચમચી વડે હલાવીને મિક્સ કરો અને ગાળી તેને અલગ કરો. આ તેલ ડબ્બામાં પેક કરીને મુકી દો અને તેનો ઉપયોગ શરૂ કરી દો.
Recent Comments