ગુજરાત

ડુંગળી નિકાસને મંજૂરી આપવામાં આવતાં ખેડુતોમાં આનંદો૩ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી આપવામાં આવી

સ્જીઁ ના આંદોલન વચ્ચે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીમાં ર્નિણય લેવાયો છે જેમાં ડુંગળી નિકાસને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં થવાથી અને સ્થાનિક માર્કેટમાં ડુંગળીના ભાવ કાબુમાં રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ડુંગળીના ઉત્પાદન અને ઉત્પાદન કોસ્ટ, ડુંગળીની ઉપલબ્ધતા સહીતની વિગતો અને ખેડૂતને પોષણક્ષમ ભાવો મળે તે અંગે અમિત શાહ સાથે મીટીંગ યોજી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કમિટી ઓફ મીનીસ્ટર બોલાવી જેમાં ૩ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી અપાઇ છે જેમાં બાંગ્લાદેશમાં ૫૦ હજાર ટન ડુંગળીના નિકાસને મંજૂરી મળી છે.

Related Posts