ડેડાણ માં મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસ દરમિયાન ધારાસભ્ય અબરીષ ડેર દ્વારા ઈફ્તાર પાર્ટી યોજાઇ
મુસ્લિમ સમાજ નો પવિત્ર માસ એટલે કે રમજાન આ માસ દરમિયાન દરેક મુસ્લિમ સમાજ ના બચ્ચાઓથી માંડીને યુવાનો મહિલાઓ અને વડીલો એક માસ દરમ્યાન રોજા (ઉપવાસ )રાખતા હોય છે ત્યારે રાજુલા ના ધારાસભ્ય અબરીષ ડેર દ્વારા ડેડાણ જુમ્મા મસ્જિદ તેમજ સોરઢીયા ઘાંચી જમાત ખાનામાં ઈફ્તાર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ અલારખા પઠાણ. ઉપ સરપંચ ઘનશ્યામ કચ્છી. મજીદભાઈ ટાંક.અયુબખાન પઠાણ.ઇસ્માઇલખા પઠાણ. ગુલાબભાઇ ખોખર. મેરાજખાન પઠાણ. મજીદભાઈ ચૌહાણ.સહીત ના કોંગી કાર્યકરો હાજર રહ્યાં હતાં
Recent Comments