ડેભારીના બ્રાહ્મણ સમાજના દિકરાએ તેના અંગો દાન કરવાનું કહ્યું
ડેભારી ગામના શિક્ષક ગીરીશચંદ્ર સોમેશ્વરભાઈ જાેષી ખાનપુર તાલુકાના વિરપરાના મુવાડાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ નિભાવતાં હતા જેઓને નવેમ્બર મહિનામાં બ્રેનનું હેમરેજ થયું હતું. જેથી પરિવાર જનોએ તેઓને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેનની સર્જરી કરવામાં માટે લાવ્યા હતા જ્યાં અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સર્જરી કરવામાં આવી બાદમાં થોડા દિવસો બાદ ફરીથી બ્રેન હેમરેજ થયું. જેમાં તબીબો દ્વારા ગીરીશભાઈને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. જાેકે આવી જીવન મરણની પથારી વચ્ચે જાતે શિક્ષક ગીરીશભાઈ જાેષીએ પોતાનું અંગ દાન કરવા માટે કાગળમાં લખાણ લખી પોતાના દિકરા મેહુલ જાેષીને આપ્યું હતું. પિતાના અકાળે નિધન થતાં જાેષી પરિવાર પર આભ તૂટી પડયું, પણ મન પર પથ્થર રાખી અમારું સ્વજન ગુમાવ્યું, પણ તેનાં અંગ કોઈ અન્યનું જીવન સુધારી શકે તેનાથી વિશેષ સારી બાબત કઈ હોઈ શકે એવી ભાવના સાથે અંગદાન કરવાનો ર્નિણય લીધો પરિવારે તેમની ઈચ્છા ચરિતાર્થ થતી હોવાથી સર્વ અંગ દાન કરવામા માટેની પરિવારે તજવીત હાથ ધરી અને સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડો કમલેશભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સર્વ અંગદાન કરવામાં આવ્યું જેમાંથી લીવરનું તાત્કાલીક ધોરણે રીસીપ્યન્ટ મળવાથી લિવરનું દાન થયું છે અને શિક્ષકનો ઉદેશ્ય સાર્થક થયો છે
જેથી પરિવાર ગામ અને સમગ્ર જીલ્લામાં શિક્ષક ગીરીશભાઈ જાેષી પર ગૌરવ અનુભવી રહ્યા છે.ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દાનનું અનેરું મહત્વ રહેલું છે લોકો જીવનમાં અલગ અલગ દાન કરતા હોય છે પરંતુ મહીસાગરના એક શિક્ષકે જે પોતાના મૃત્યુ બાદ પોતાના અંગોનું દાન કરી અન્ય લોકોને નવું જીવન દાન આપતા ગયા વિરપુર તાલુકાના ડેભારી ગામના બ્રાહ્મણ સમાજનાં દિકરાનુ બ્રેન ડેડ થતા પરિવારે તેનાં અંગો ડોનેટ કરવાનો ઘણો જ મહત્વનો ર્નિણય લીધો છે. ર્જીં્્ર્ં માધ્યમથી પોતાનાં વ્હાલસોયા પિતાના અંગોનુ દાન કરી માનવજાતને નવજીવન આપ્યું છે.
Recent Comments