રાષ્ટ્રીય

ડેરામુખી રામ રહીમ સામે રણજીત સિંહ હત્યા કેસમાં મુશ્કેલી વધી

દોષિત ડેરમુખી ગુરમીત રામ રહીમ સિંહ વતી હિન્દી ભાષામાં આઠ પાનાની અરજી લખીને સજામાં દયાની અપીલ રજુ કરવામાં આવી હતી. તેમણે અરજીમાં પોતાની બીમારીઓ અને સામાજિક કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ૧૮ ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો. રણજીત સિંહ હત્યા કેસમાં ૮ ઓક્ટોબરના રોજ, ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ અને કૃષ્ણ કુમારને આઇપીસીની કલમ ૩૦૨, ૧૨૦-બી હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

તે જ સમયે, અવતાર, જસવીર અને સબદિલને કોર્ટે આઇપીસીની કલમ ૩૦૨, ૧૨૦-બી અને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા છે.ડેરા સચ્ચા સૌદાના વડા બાબા ગુરમીત રામ રહીમની મુશ્કેલીઓ સોમવારે વધુ વધવા જઈ રહી છે. હકીકતમાં, આજે ૧૮મી ઓક્ટોબરને સોમવારના રોજ, રણજીત સિંહ હત્યા કેસમાં ચુકાદો ૧૯ વર્ષ પછી આવવાનો છે. આ કેસમાં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટ રામ રહીમ સહિત પાંચ દોષિતોને સજાની જાહેરાત કરશે. ગુરમીત રામ રહીમને રણજીત સિંહ કેસમાં, સીબીઆઈ કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે દોષીતને સજા ફરમાવી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ પહેલેથી જ એક પત્રકારની હત્યા અને સાધ્વી પરના બળાત્કારકેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે

. આજના સંભવિત ચુકાદાને ધ્યાને લઈને ડીસીપીએ પંચકુલા શહેરમાં કલમ -૧૪૪ લાગુ કરી દીધી છે. શહેરમાં ૧૭ સ્થળે નાકાબંધી ગોઠવવામાં આવી છે અને ૭૦૦ જવાન તહેનાત કરવામાં આવ્યા છે. ૈં્‌મ્ઁ ની ચાર ટુકડીઓ ઝ્રમ્ૈં કોર્ટ સંકુલ અને ચારેય પ્રવેશદ્વાર પર તહેનાત કરવામાં આવશે. આ સિવાય પોલીસ દ્વારા દરેક જગ્યાએ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. રણજીત સિંહ હત્યા કેસના મુખ્ય આરોપી ગુરમીત રામ રહીમને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યારે પોલીસ અન્ય ચાર દોષિતો કૃષ્ણ કુમાર, અવતાર, જસવીર અને સબદિલને સીધી કોર્ટમાં કડક સુરક્ષા હેઠળ રજૂ કરશે. આ કેસમાં સીબીઆઈ કોર્ટ ૧૨ ઓક્ટોબરે જ સજા સંભળાવવાની હતી.

Related Posts