ડેરી જેવું ઘટ્ટ દહીં જમાવવા સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો આ રીત
અનેક લોકોની ફરિયાદ હોય છે કે ઘરે દહીં બરાબર જામતું નથી. જો કે દહીં બહાર જેવું ધટ્ટ ના થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. બહાર જેવું દહીં ઘરે ના બને તો ખાવાની મજા જ બગડી જાય છે. કોઇ પણ ઋતુમાં દહીંને બહાર જેવું ધટ્ટ બનાવવું હોય તો નોંધી લો આ રીત..
આ રીતે ઘરે જમાવો દહીં
- ઘરે દહીં જમાવવા માટે સૌ પ્રથમ દૂધ લો અને પછી એને ગરમ કરી લો.
- દૂધ ગરમ કરતા-કરતા સતત હલાવતા રહો, નહિં તો ચોંટશે.
- દૂધને 1 મિનિટ સુધી ઉકાળવું અને પછી ગેસ બંધ કરી દેવો.
- હવે દૂધને ઠંડુ કરો.
- દૂધ ઠંડુ થાય એટલે એક વાસણમાં લઇ લો અને એમાં થોડુ દહીં નાંખો અને ઉપરથી ઢાંકી દો.
- હવે એમાં થોડો મિલ્ક પાઉડર એડ કરો. બહારના દહીંમાં મોટાભાગે થોડો મિલ્ક પાઉડર એડ કરેલો હોય છે.
- હવે આ દહીંને ખોલ્યા વગર 6 થી 7 કલાક માટે રહેવા દો.
- તો તૈયાર છે તમારું ઘટ્ટ દહીં
દહીં જમાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- ઘટ્ટ દહીં જમાવવા માટે ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરો.
- તમે દહીં જમાવવામાં જે મેળવણ નાંખો છો એ ખાટ્ટુ ના હોય એનું ખાસ ધ્યાન રાખવું
- જે વાસણમાં તમે દૂધ ઉકાળો છે એ વાસણમાં ક્યારે દહીં જમાવવું નહિં
- જો તમે માટીના વાસણમાં દહીં જમાવો છો તો દહીં મસ્ત જામે છે.
- શિયાળાની ઋતુમાં દહીં જામતા વધારે સમય લાગે છે જેથી કરીને દૂધમાં દહીં થોડુ વધારે નાંખવું.
- ગરમ દૂધમાં દહીં નાંખવું નહિં, દૂધ ગરમ કરો ત્યારે તેને થોડુ ઠંડુ કર્યા પછી મેલવણ નાંખવું જેથી કરીને દહીં બરાબર જામે.
Recent Comments