fbpx
અમરેલી

ડેલીગેટ પ્રદેશ ભાજપ કિસાન મોર્ચો, પૂર્વ જિલ્લા મહામંત્રી કમલેશ કાનાણી દ્વારા સાવરકુંડલા સરકારી હોસ્પીટલને જિલ્લાનો દરજજો આપવા અંગે આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રીઅને પ્રદેશ ભાજપ અધ્યક્ષને રજુઆત.

અમરેલી જિલલાની જનતાને, જિલલા કક્ષાની આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે હેતુથી,
જિલલાના સાવરકુંડલા સરકારી સીવીલ હોસ્પીટલને જિલ્લા કક્ષાનો દરજજો આપવા ગુજરાત પ્રદેશ ભાજપ
કિસાન મોર્ચોના પ્રદેશ ડેલીગેટ અને ૯૭– સાવરકુંડલા/લીલીયા વિધાનસભાનાં ર૦૧૭ની ચુંટણીનાં ઉમેદવાર
શ્રી કમલેશ કનાણીએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રીશ્રી ૠષીકેશભાઈ પટેલ, અને ગુજરાત
ભાજપના અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબને રજુઆત કરી લેખીત માંગણી કરેલ છે.

સાવરકુંડલા તાલુકો અમરેલી જિલ્લાનો મોટો તાલુકો છે અને જિલ્લાનું સેન્ટર છે. જો સાવરકુંડલા
સરકારી સીવીલ હોસ્પીટલને જિલલા કક્ષાનો દરજજો આપવામાં આવે તો જિલ્લાના રાજુલા, જાફરાબાદ,
લીલીયા, ધારી, ચલાલા, ખાંભા, બગસરા, અમરેલી તાલુકાની જનતાને સાવરકુંડલા નજીકનું સેન્ટર પડે અને આ
તાલુકાની જનતા આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવી શકે.
અમરેલી સીવીલ હોસ્પીટલ જિલ્લા કક્ષાની કાર્યરત હતી તે હવે મેડીકલ કોલેજમાં તબદીલ કરી
ટ્રસ્ટને સોંપવામાં આવેલ છે માટે જિલ્લાની જનતાને જિલ્લા કક્ષાની હોસ્પીટલનો લાભ મળતો રહે તે હેતુથી
સાવરકુંડલા સરકારી સીવીલ હોસ્પીટલને જિલ્લા કક્ષાનો દરજજો આપવા કમલેશ કાનાણીએ માંગણી કરેલ છ

Follow Me:

Related Posts