ગુજરાત

ડેલ્મીક્રોનને લઈને રિસર્ચ શરૂ કરાયું

ત્રીજી લહેરને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ૨૫ કરોડના મશીનની ફાળવણી કરવામાં આવી છે. જે હજી સુધી ફોરેનથી આવ્યું નથી. પરંતુ જ્યારે આ મશીન ગુજરાતમાં આવશે. ત્યારે આ મશીનથી જીનોમ સિક્વન્સિંગની કેપેસીટી બમણી થઈ જશે. હાલમાં અત્યારે ૬૪૦ જેટલા સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ત્યારે આ મશીનના આવવાથી અને તેના ઉપયોગ કરવાથી જીનોમ સિક્વન્સિંગ દર મહિને ૧૫૦૦ જેટલું થશે. જ્યારે અત્યારે એક ખાસ કીટ દ્વારા જીનોમ સિક્વન્સિંગ થઈ રહ્યું છે. જેનું પરિણામ ગણતરીના કલાકોમાં જ પ્રાપ્ત થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં અનેક દેશોમાં ડેલ્મીક્રોનના કિસ્સા પણ હવે સામે આવી રહ્યા છે. ત્યારે તેને ધ્યાનમાં લઈને ગુજરાતમાં પણ ડેલ્મીક્રોનની જીનોમ સિક્વન્સિંગ શરૂ કરવામાં આવી છે. જાે કે અત્યાર સુધી ડેલ્મીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આમ ડેલ્ટા અને ઓમિક્રોનના વાઇરસના મયૂટન્ટથી ડેલ્મીક્રોન વાઇરસ ઉતપન્ન થાય છે. ત્યારે આ બાબતે પણ રિસર્ચ શરૂ કરી દેવામાં આવી છે.કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતાં કેસના પગલે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા નિયમ મુજબ દર મહીને ૬૪૦ જેટલા સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યાં છે. એટલે કે દર અઠવાડિયે ૧૬૦થી ૧૮૦ જેટલાં જીનોમ સિક્વન્સ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત નવા વેરિયન્ટ ડેલ્મીક્રોન બાબતે પણ રિસર્ચ શરૂ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. રાજયમાં કોરોનાના કેસોની સાથે ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો હોવાથી ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા દર અઠવાડિયે રાજયમાં ૧૬૦થી ૧૮૦ જેટલા જીનોમ સિક્વન્સ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે દર મહિને ૬૪૦ની આસપાસ જેટલા સેમ્પલનું જીનોમ સિક્વન્સ કરવામાં આવે છે. આ સિક્વન્સ માનવ ઓવેરિયન તો આવ્યો નથી. તે બાબતની પણ ખાસ તપાસ શરુ કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં અત્યારે વર્તમાન સમયમાં ડેલ્ટા અને ઓમીક્રોમ બંને વેરીયન્ટ જાેવા મળી રહ્યા છે.

Related Posts