fbpx
ગુજરાત

ડેસર તાલુકા પંચાયતના પાંચ સભ્યોએ કોંગ્રેસ છોડીને કેસરીયા કર્યાચુંટાયેલા સભ્યો ભાજપમાં જાેડાઈ જતાં કોંગ્રેસને મોટો ફટકો

વડોદરામાં ફરી એકવાર કોંગ્રેસમાં ભંગાણ પડ્યુ છે. ડેસર તાલુકા પંચાયતના પાંચ સભ્યોએ કોંગ્રેસ છોડીને કેસરીયા કર્યા છે. એક તરફ હાલમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચુંટણીઓ માટેની કવાયત ચાલી રહી છે. આ દરમિયાન જ કોંગ્રેસને મોટો ફટકો વડોદરામાં વાગ્યો છે. એક સાથે પાંચ જેટલા ચુંટાયેલા સભ્યોએ કોંગ્રેસને છોડી દઈને ભાજપમાં જાેડાયા છે. વડોદરાના ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કરીને ડેસરમાં રાજકારણમાં ચર્ચા લાવી દીધી છે. મણીભાઈ જાદવ, વિલેશ પટેલ, મણીબેન પરમાર, કૈલાશ રાઠોડ અને આરતી પટેલ ભાજપમાં જાેડાયા છે. ચુંટાયેલા સભ્યોની સાથે અન્ય વધુ પચાસેક જેટલા કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જાેડાયા છે. આમ મોટુ ભંગાણ પડ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યના અધ્યક્ષની ચુંટણીઓ પહેલા જ ભંગાણ કોંગ્રેસ માટે વધારે ફટકો લોકસભાને લઈને લાગી રહ્યો છે. તાલુકામાં પાંચેય આગેવાન નેતાઓએ હવે કોંગ્રેસનો સાથ છોડતા મુસીબત સર્જાઈ છે. ગુરુવારે ડેસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાનારી છે.

Follow Me:

Related Posts