fbpx
ગુજરાત

ડે.સેક્શન ઓફિસર યુવતીને ૨૬ લાખનો ચૂનો લગાડનાર ડ્રાઇવર મુંબઇથી ઝડપાયો

ગાંધીનગરના સચિવાલય ખાતે ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવતી ૩૧ વર્ષીય યુવતી સાથે વિશ્વાસ સંપાદન કરીને ચાર ગાડીઓ હજીરા પોર્ટ ઉપર ભાડે ચડાવી રોજના રૂ. ૩૮૦૦ ચૂકવવાની લાલચ આપી વલસાડ વાપીનો શખ્શ રૂ. ૨૬.૨૫ લાખની ચાર ગાડીઓ લઈને છૂમંતર થઈ જવા સબબ નોંધાયેલી ફરિયાદના પગલે અડાલજ પોલીસે મુંબઈથી શખ્સની ધરપકડ કરી ચારેય ગાડીઓ પરત મેળવી લેતા મહિલા ડેપ્યુટી સેકશન ઓફિસરે પણ હાશકારો અનુભવ્યો હતો.

ગાંધીનગરના સરગાસણ હરિ આલયમ ફ્લેટ નંબર – ૫૦૧ માં પરિવાર સાથે રહેતી રિદ્ધિ રતનસિંહ ગઢવી સચિવાલય ખાતે ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આજ થી ત્રણ વર્ષ અગાઉ પરિવારને ફરવા જવાનું હોવાથી રિદ્ધિએ અમદાવાદની યુગ ડ્રાઈવર સર્વિસ માં ફોન કરીને ડ્રાઈવર સંજય નટવરભાઈ પટેલ (રહે. બી ૧૦૧, વૃંદાવન પાર્ક, તક્ષશિલા પાસે, વાપી, વલસાડ) ને બોલાવ્યો હતો. બાદમાં તેનું ડ્રાઈવીંગ વ્યવસ્થિત લાગતા અવારનવાર સંજયને જ ડ્રાઈવર તરીકે બોલાવતા હતા.

આ રીતે રિદ્ધિ સાથે ની મુલાકત થતાં સંજય પટેલ સાથે ઓળખાણ થઈ ગઈ હતી. ત્યારે વર્ષ ૨૦૨૦ માં સંજયે કહેલું કે નોકરીમાં વધુ કમાણી થતી નથી. જાે તમે મને ગાડીઓ ભાડે આપો તો તેને હજીરા પોર્ટ પર ભાડે મૂકીને બન્ને ને આર્થિક ફાયદો મળશે. તેવો સંજયે વિશ્વાસ આપતા રિદ્ધિએ તેમના ઓળખીતા ભરત દેસાઈની સ્વિફ્ટ કાર, કનુભાઈ સોલંકીની બલેનો કાર, બાબુભાઈ જાદવની રેનોલટ કાર તેમજ નીકીન પટેલ ની ઇનોવા કાર સંજય પટેલને ભાડે મૂકવા માટે આપી હતી.
ટેકનિકલ સર્વેલન્સ નાં આધારે માલુમ પડેલું કે સંજય મુંબઈનાં જાેગેશ્વરીનગરમાં રહે છે. જેથી પોલીસની ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી. અને સંજય પટેલને દબોચી લીધો હતો. જેની પાસેથી પોલીસે ચારેય કાર કબ્જે લઈ તેને સેન્ટ્રલ જેલ ના સળિયા પાછળ મોકલી દીધો હતો. ત્યારે રૂ. ૨૬.૨૫ લાખની ચાર કાર પરત મળી જતાં ડેપ્યુટી સેકશન ઓફિસર રિદ્ધિ ગઢવીએ પણ હાશકારો અનુભવ્યો હતો.

Follow Me:

Related Posts