રાષ્ટ્રીય

ડૉકટરોની બેદરકારીએ ૧૮ વર્ષની ફૂટબોલર યુવતીનો લીધો જીવ

ડૉક્ટરોની બેદરકારીએ ઉભરતી ફૂટબોલર છોકરીનો જીવ લીધો. પ્રિયા નામની ૧૮ વર્ષની ફૂટબોલર ઘૂંટણના દુખાવાથી પીડાતી હતી. ૭ નવેમ્બરના રોજ, ચેન્નાઈની એક સરકારી હોસ્પિટલના ડૉક્ટરોએ તેમને કહ્યું કે તેના લિગામેન્ટને સુધારવા માટે સર્જરી કરવી પડશે. પરંતુ ડૉકટરોએ ખોટી સર્જરી કરી હતી, જેના પરિણામે તેણીની વધુ બે સર્જરી કરવી પડી હતી, જેમાં તેણીનો જમણો પગ પણ કાપી નાખવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં તે બચી શકી ન હતી અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાના કારણે મંગળવારે પ્રિયાનું મૃત્યુ થયું હતું. એક ન્યુઝ એજન્સીના જણાવેલા સમાચાર અનુસાર, ચેન્નાઈની ક્વીન મેરી કોલેજની ૧૮ વર્ષની પ્રિયાએ શહેરની પેરિયાર નગર સરકારી પેરિફેરલ હોસ્પિટલમાં આર્થ્રોસ્કોપી સર્જરી કરાવી હતી.

જાે કે, હવે હોસ્પિટલના વહીવટીતંત્ર પર સવાલ ઊભા થયા છે અને હોસ્પિટલના કેઝ્‌યુઅલ્ટી મેડિકલ ઓફિસર ડૉ. કે. સોમસુંદર અને ઓર્થોપેડિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. એ. પોલ રામ શંકરને તબીબી બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ફૂટબોલર પ્રિયાના મિત્રો અને સંબંધીઓ ડૉક્ટરોની ધરપકડની માંગ કરી રહ્યા છે. ફૂટબોલર પ્રિયાએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા. પ્રિયાના ભાઈ લોરેન્સે જણાવ્યું કે, પ્રિયાએ સર્જરીના થોડા કલાકો બાદ તેના પગમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હું ઈચ્છું છું કે ડૉક્ટરોએ તેને ગંભીરતાથી લીધો હોત. ખોટી સર્જરીના કારણે તેનું મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે રાત્રે તેની સ્થિતિ બગડ્યા પછી, તેને રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલ (ઇય્ય્ય્ૐ) માં ખસેડવામાં આવી હતી ત્યાં, ૯ નવેમ્બરના રોજ, તેણીની વધુ બે સર્જરી કરવામાં આવી. પ્રથમ સર્જરીમાં, ડૉકટરોએ તેનો જમણો પગ કાપી નાખ્યો અને ડૉકટરોએ કેટલાક મૃત પેશીઓને દૂર કર્યા. રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર મસલ્સ તૂટી જવાને કારણે પેશાબમાં માયોગ્લોબિન નામનું પ્રોટીન વધી ગયું હતું.

આ સાથે ક્રિએટિનાઇનનું સ્તર પણ વધ્યું. જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ અને લીવર અને હાર્ટ ફેલ થઈ ગયું અને તેનું બ્લડ પ્રેશર લો થઈ ગયું. ત્યારબાદ રાત્રે ડાયાલિસિસ સહિતની સઘન સારવાર છતાં તેની તબિયત બગડતાં તેનું મૃત્યુ થયું હતું. મંગળવારે સવારે ૭.૧૫ કલાકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ પછી, યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવ્યો હતો અને અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો. જાે કે યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા અને તેઓએ પોલીસમાં દેખાવો કરીને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ મામલે તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમ સુબ્રમણ્યમે કહ્યું કે સરકારી પેરિફેરલ હોસ્પિટલના બે ડૉક્ટરોને મેડિકલ બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગ બંને તબીબો સામે પોલીસ ફરિયાદ કરશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુબ્રમણ્યમે પ્રિયાના પરિવારને ૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી અને કહ્યું કે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. મંત્રીએ કહ્યું કે તેમનું નુકસાન ભરપાઈ કરી શકાશે નહીં અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે.કે. અન્નામલાઈએ ફૂટબોલરનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના પરિવારને બે કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી હતી. તેઓએ મૃતકના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની પણ માંગ કરી હતી.

Follow Me:

Related Posts