ડૉ. પિયુષ ગોસાઈનાં માતુશ્રીનું નિધન થતાં શ્રદ્ધા સુમન અર્પણ કરતાં જીલ્લાનાં આગેવાનો સદગત ની પ્રાર્થના સભા માં “બિલ્વ વૃક્ષ” વિતરણ કરી અનોખી રાહ ચીંધ્યો
અમરેલી જીલ્લા ભાજપના ડૉક્ટર સેલના કન્વીનર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન ડૉ. પિયુષ ગોસાઈ (શ્રીજી વુમન્સ હોસ્પિટલ), ભાવેશ ગોસાઈ (સમાજ કલ્યાણ અધિકારી) તથા દિપક ગોસાઈ (રાજકોટ)નાં માતુશ્રી મંજુલાબેન વિલાસગીરી ગોસાઈનું કૈલાસ ગમન થતાં પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને રાજકોટનાં સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. કાનાબાર સાહેબ, માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન પી.પી.સોજીત્રા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જીલ્લા ભાજપના દિપકભાઈ વઘાસિયા, દશનામ ગોસ્વામી સમાજનાં પ્રમુખ અશ્વિનગીરી ગોસાઈ, ડૉ. અશોક પરમાર, ડૉ. હર્ષદ રાઠોડ, ડૉ. રાજુ કથિરિયા, જીતભાઈ દેસાઈ, તેજસ દેસાઈ, મુકેશ પંચાલ, વિપુલ ભટ્ટી સહિત જીલ્લાભરના ડૉકટર મિત્રો, મેડિકલ એસોસિયેશને ગોસાઈ પરિવારને સાંત્વના પાઠવી નિર્મળ સ્વભાવના નિષ્ઠાવાન શિક્ષિકા મંજુલાબેન ગોસાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.કૈલાસવાસી સાસુમાંના શક્તિ પૂજન અંતર્ગત પૂત્રવધુઓ હીનાબેન, ક્રિષ્નાબેન, અંજનાબેન સહિત શિક્ષિત ગોસાઈ પરિવારે પર્યાવરણની જાળવણી હેતુસર સ્નેહી-સ્વજનોને “બિલ્વ વૃક્ષ” ના રોપાનું વિતરણ કરી સમાજને નવો રાહ ચીંધ્યો હતો.
Recent Comments