ડૉ. મનસુખ માંડવિયા અને શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ XXXIIII ઓલિમ્પિક્સ પેરિસ ૨૦૨૪ માટે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ સંયુક્તપણે નવી દિલ્હીમાં આયોજિત ૨૦૨૪ ઓલિમ્પિક પેરિસ ૨૦૨૪ની ઉજવણીની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
તાજેતરના બ્રોન્ઝ મેડલ વિજેતા શ્રી સરબજાેત સિંહ, ભૂતપૂર્વ ક્રિકેટર શ્રી આકાશ ચોપરા અને સ્ટીપલચેઝ એથ્લીટ શ્રીમતી સુધા સિંહ સહિત નામાંકિત સ્પોર્ટ્સ આઇકોન્સ, ફિલાટેલિસ્ટ્સ અને સ્કૂલનાં બાળકો સહિત વિવિધ રમતવીરોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ડો.મનસુખ માંડવિયાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, “રમતગમત એ માત્ર સ્પર્ધા નથી, તે જીવન જીવવાની રીત છે. ટપાલ ટિકિટો બહાર પાડવાથી રમતગમત પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે, જે રમતવીરો માટે રાષ્ટ્રીય ગૌરવ અને પ્રોત્સાહનના પ્રતીક તરીકે સેવા આપે છે.” ડો. માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે રમતગમત એક તંદુરસ્ત રાષ્ટ્રને પ્રોત્સાહન આપે છે, જે સંપત્તિ અને સમૃદ્ધિ માટે આવશ્યક છે, અને લોકોને એકસાથે લાવે છે, જે વ્યક્તિગત તંદુરસ્તી અને રાષ્ટ્રીય સુખાકારી બંનેને વધારે છે.
ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારનું પ્રાથમિક ધ્યાન રમતવીરો પર કેન્દ્રિત છે, જેથી એ સુનિશ્ચિત થાય કે તેમને સફળ થવા માટે તમામ જરૂરી સાથસહકાર અને સુવિધાઓ મળે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે સંસાધનોની કોઈ પણ ખામી દૂર કરવા ખંતપૂર્વક કામ કર્યું છે, જેથી રમતવીરો કોઈ પણ પ્રકારનાં અવરોધ વિના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રમતગમતને પાયાનાં સ્તરેથી પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલી પહેલોની પ્રશંસા કરતાં કેન્દ્રીય મંત્રીએ ખેલો ઇન્ડિયા અને ટોપ્સ કાર્યક્રમનાં કીર્તિ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો, જે યુવા પ્રતિભાઓને ઓળખી કાઢે છે અને તેમનું પોષણ કરે છે તથા તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે જરૂરી સુવિધાઓ પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, પેરિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ૧૧૭ રમતવીરોમાંથી ૨૮ રમતવીરો ખેલો ઇન્ડિયા યોજનાનાં ઉત્પાદનો છે.
પોતાના સંબોધનના સમાપનમાં ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે, “આ ટપાલ ટિકિટો બહાર પાડીને અમે અમારા રમતવીરો અને આપણા રાષ્ટ્રનું સન્માન કર્યું છે. ચાલો આપણે સૌ ઈંઝ્રરીીિ૪મ્રટ્ઠટ્ઠિં કરીએ અને આપણા એથ્લેટ્સને પ્રોત્સાહિત કરીએ.”
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઠઠઠૈંૈંૈં ઓલિમ્પિક્સ પેરિસ ૨૦૨૪ પર એક ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવી એ ભારતના ઐતિહાસિક રમતગમત વારસાને શ્રદ્ધાંજલિ છે. આ સ્ટેમ્પ સાથે, અમે અમારા રમતગમતના ખેલાડીઓની સખત મહેનતને સ્વીકારીએ છીએ અને ઉજવણી કરીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રીના વિઝન મુજબ, અત્યારે રમતગમત અને રમતગમતનું માળખું અંતિમ તબક્કા સુધી પહોંચી રહ્યું છે. અમારા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના કર્મચારીઓ પણ રમતગમતના ક્ષેત્રમાં અવિશ્વસનીય સિદ્ધિઓ બતાવી રહ્યા છે. મને ખાતરી છે કે આ ટપાલ ટિકિટના માધ્યમથી આપણે આપણા સમૃદ્ધ ઇતિહાસને ઉમેરીશું અને યુવા ખેલાડીઓને રમતગમતની ક્ષમતાઓનું નિર્માણ કરવા અને વૈશ્વિક મંચ પર ભારતનું ગૌરવ વધારવા માટે પણ પ્રેરિત કરીશું. હું પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવું છું.”
Recent Comments