fbpx
બોલિવૂડ

ડોકટર ગુલાટી ઉર્ફે સુનીલ ગ્રોવરના જન્મદિવસે જાણો તેના વિશે

સુનીલ ગ્રોવરનો જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૭૭ના રોજ હરિયાણાના એક નાના ગામમાં થયો હતો, તેમને બાળપણમાં ફિલ્મો જાેવાનો ખૂબ જ શોખ હતો. તે ફિલ્મો જાેઈને અમિતાભ બચ્ચન અને શાહરૂખ જેવા બનવાના સપના જાેતા. કહેવાય છે કે જ્યારે સુનીલ ગ્રોવર નવમા ધોરણમાં હતા ત્યારે તેના પિતાએ તેને તબલા શીખવા મોકલ્યા હતા. જ્યારે સુનીલ ગ્રોવર મોટા થયા ત્યારે તે ફિલ્મ થિયેટરમાં કામ કરવા માંગતા હતા. સુનીલ ગ્રોવરે વર્ષ ૧૯૮૮માં જ ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’માં એક નાનકડો રોલ કર્યો હતો.

આ પછી તેમણે વર્ષ ૨૦૦૨માં ફિલ્મ લિજેન્ડ ઓફ ભગત સિંહમાં કામ કર્યું. સુનીલ ગ્રોવરને કોમેડી નાઈટ્‌સ વિથ કપિલ શર્મામાં ગુથ્થીથી મળી ઓળખ. તેમને વેબ સિરીઝ તાંડવ અને સનફ્લાવરમાં પણ કામ કર્યું છે. કોમેડિયન સુનીલ ગ્રોવરે ‘ધ કપિલ શર્મા શૉ’ અને ‘કોમેડી નાઈટ્‌સ વિથ કપિલ’માં ડોક્ટર મસૂહર ગુલાટીના રોલથી વિશ્વભરમાં ઓળખ મેળવી. સુનીલ ગ્રોવરના ‘ગુથ્થી’ અને ‘રિંકુ ભાભી’ના પાત્રોએ દર્શકોને ખૂબ હસાવ્યા,,, રિંકુ ભાભીના રોલમાં સુનીલ ગ્રોવરનું ગીત ‘જિંદગી વેસ્ટેડ હો ગયા’ પણ હિટ રહ્યું હતું અને સોશિયલ મીડિયા પર રાતોરાત વાયરલ થઈ ગયું હતું.

ક્યારેક ‘ડૉક્ટર મશૂર ગુલાટી’ તો ક્યારેક ‘સંતોષ ભાભી’ બનીને સુનીલ ગ્રોવરે લોકોનું મનોરંજન કર્યું છે. સુનીલ ગ્રોવરનું દરેક પાત્ર ફેમસ છે. સુનીલ માત્ર ટીવીમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ કામ કરે છે અને ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર સુનીલ ગ્રોવરનો રસ્તો સરળ ન હતો. સુનીલ ગ્રોવરનો કોમિક ટાઈમિંગ અને અદ્ભુત જાેક્સ લોકોને ખૂબ પસંદ આવે છે. સુનિલે ગ્રોવરે આ લેવલ સુધી પહોંચવા ખૂબ પરિશ્મ કર્યો છે. સુનીલ ગ્રોવરે એકવખત તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના જીવનનો એક કિસ્સો શેર કર્યો હતો.

તેણે લખ્યું કે, ‘હું હંમેશા અભિનય અને લોકોનું મનોરંજન કરવામાં સારો હતો. મને યાદ છે જ્યારે હું ૧૨મા ધોરણમાં હતો ત્યારે મેં નાટક સ્પર્ધામાં ભાગ લીધો હતો જેને જાેઈને ત્યાં આવેલા મુખ્ય અતિથિએ મને કહ્યું કે મારે તેમાં ભાગ ન લેવો જાેઈએ કારણ કે તેનાથી અન્ય લોકો સાથે અન્યાય થશે. આ પછી મેં થિયેટરની તાલીમ લીધી અને હું મુંબઈ આવ્યો. મેં મારી બચતનું રોકાણ કરીને પોશ વિસ્તારમાં એક મકાન ભાડે લીધું હતું, હું તે સમયે માત્ર ૫૦૦ રૂપિયા કમાતો હતો પરંતુ મને ખાતરી હતી કે હું જલ્દી સફળ થઈશ.

Follow Me:

Related Posts