ડોકર પાસે બ્રિજ બની રહ્યો છે ત્યાથી ૧.૯૩ લાખની લોખંડની પ્લેટો ચોરાઈ
મૂળ મહેસાણા જિલ્લાના અને હાલ ડાકોર રાણીયા ફાટક પાસે આરએમસી પ્લાન્ટ ખાતે રહેતા માર્મિક વિપુલકુમાર પટેલ પોતે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે વર્ષ ૨૦૨૧માં ખેડા જિલ્લાના ડાકોર-કપડવંજ રોડ ઉપર બ્રિજનું કામ રાખ્યું હતું. જે કામ હાલ પણ પુરજાેશમાં ચાલી રહ્યું છે. ગત ૧૭મી એપ્રિલની સાંજે અહીંયા કામ પૂર્ણ કરી માર્મિક અને અન્ય લોકો અહીંયાથી પોતાના ઘરે રવાના થયા હતા. બીજા દિવસે સવારે કોન્ટ્રાક્ટર તથા મજૂરો અહીં આવેલા અને બ્રિજ નીચે મૂકેલી લોખંડની સેન્ટિંગની પ્લેટો ગણતા ૮૬ નંગ સેન્ટિંગની પ્લેટો ગાયબ હતી. જે બાબતે તેમણે આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. પરંતુ આજદિન સુધી આ સેન્ટિંગની પ્લેટો મળી ન આવતાં કોન્ટ્રાક્ટર માર્મિક પટેલે આ સંદર્ભે ડાકોર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે આ ૮૬ નંગ સેન્ટિંગની પ્લેટોની કિંમત રૂપિયા ૧ લાખ ૯૩ હજાર ૫૦૦ છે.ખેડા જિલ્લાના ડાકોર-કપડવંજ રોડ ઉપર બ્રિજનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. આ નવા બનતા બ્રિજના સેન્ટિંગની લોખંડની ૮૬ પ્લેટો કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરતાં આ સંદર્ભે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
Recent Comments