fbpx
ગુજરાત

ડોક્ટરોએ સેવા ન આપવી હોય તો ૪૦ લાખ ભરવાના રહેશેઃ નીતિન પટેલ

૪૮ કલાકના અલ્ટીમેટમ બાદ પણ સરકારે વાત ના સાંભળતા રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ યથાવત છે. હાલ અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટની સરકારી હોસ્પિટલના ૪ હજાર જેટલા રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર છે. ૧૨/૪/૨૦૨૧ માં બહાર પાડવામાં કોવિડ ડ્યુડી અંગે કરેલ ૧ઃ૨ ની બોન્ડ પોલિસી અંગે રિઝલ્ટ આવતા સરકારે ફેરફાર કર્યો છે. રેસિડેન્ટ્‌ ડોકટરના મુદ્દાઓને સાંભળ્યા વગર જ બોન્ડમાં ૧ઃ૧નો ફેરફાર કરવામાં આવતા રાજ્યની ૬ સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ્‌સ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે.

તબીબોએ ૪ દિવસ અગાઉ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સમક્ષ આ માંગ કરી હતી પરંતુ હેલ્થ કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ રજુઆત ના સાંભળતા ડોક્ટરોને અપમાનની લાગણી અનુભવી રહ્યા છે. અગાઉ ચાર મુદ્દાઓ પર સરકારને રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર ડોક્ટરોની વાત સાંભળી રહી નથી.આખરે રેડસિડેન્ટ ડોક્ટરોના એસો. (ત્નડ્ઢછ) દ્વારા તાત્કાલિક સારવારની સેવા બંધ કરવાનું આહવાન કર્યું હતું.

બોન્ડેડ ડોક્ટર હડતાળ પર છે ત્યારે નિતિન પટેલે જણાવ્યું હતું કે ૩૧ જુલાઈ સુધી કોરોના પીક પર હતો પરિપત્ર કર્યો હતો કે કોરોનાની કામગીરીમાં જાેડવા માટે સરકારી ખર્ચે ભણતાં મેડિકલ કોલેજના વિધાર્થીઓ માટે કર્યો હતો. ૬ માસ કોરોના નોકરી કરી હોય તેને એક વર્ષ ગણવામાં આવતા હતા, જે પી જી તરીકે ૩૧ જુલાઈ સુધી કોરોનામાં નોકરી કરી છે, તેઓને બોન્ડમાંથી મુક્તિ આપ હતી.

જાે કે હવે કોરોના દર્દીઓ નથી અને પરિપત્ર પણ નથી એટલે હવે તેઓને એક વર્ષના બોન્ડ અમલમાં આવે છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે બોન્ડેડ ડોકટરની હડતાલ ખોટી અને ગેરકાયદે હોવાનો દાવો કર્યો છે. જે ડોક્ટરોએ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવી પડશે જે ડોક્ટરોએ સેવા ન આપવી હોય? તો ૪૦ લાખ રૂપિયા ભરવાના રહેશે. જે ડોક્ટરો હડતાળ નહીં છોડે તેમને હોસ્ટેલ ખાલી કરવાના આદેશ આપ્યા છે. જાે નહીં માને તો તેવા લોકો સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.

Follow Me:

Related Posts