ડોક્ટર દિવસે જ રાજકોટમાં ડોક્ટરોએ પોતાની માંગણીઓને લઇ કલેક્ટરને રજૂઆત કરી
આજે ડોક્ટર્સ ડે છે અને આજના જ દિવસે રાજકોટ સિવિલ હોસ્પિટલના ૫૦થી વધુ તબીબો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણી લઇ રજુઆત કરવા પહોંચ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ૫૦થી વધુ તબીબો પોતાની મુખ્ય ૨ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા. ડોક્ટરોએ અહીં કહ્યું હતું કે, સરકારને અમારી જરૂર ન હોય તો સિવિલ હોસ્પિટલમાંથી રીલિવ કરે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્કિન રોગના એમડી તરીકે ફરજ બજાવતા ડોક્ટર રવિ સામડાએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, ડિન તેમજ કલેક્ટરને અવારનવાર રજુઆત કરવામાં આવી રહી છે. પરંતુ કોઇ યોગ્ય નિકાલ ન આવતા આજે ડોક્ટર્સ ડે નિમિત્તે ફરી અમે જિલ્લા કલેક્ટર પાસે પોતાની મુખ્ય બે માગણીઓ લઇ રજુઆત કરવા પહોંચ્યા છીએ. છેલ્લા બે વર્ષથી કામ કરે છે તેનું વન ઇઝ ટુ બોન્ડ ઓન પેપર કરી દેવામાં આવે. જાે સરકારને તબીબોની જરૂર ન હોય તો સિવિલ હોસ્પિટલ ખાતેથી તેઓને રીલિવ કરી દેવામાં આવે. કારણ કે તેઓને એમડી અને એમએસના ૩ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ બે મુખ્ય માગણીની રજુઆત કરવામાં આવી છે.
Recent Comments