fbpx
રાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બની શકશે?… કોર્ટ કેસથી અમેરિકામાં વધ્યો રાજકીય તણાવ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોને બદલવાનો પ્રયાસ કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે અને તે અગાઉના દિવસે કોર્ટમાં પણ હાજર થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને નિર્દોષ જાહેર કર્યા છે, આ કેસમાં હવે આગામી ૨૮ ઓગસ્ટે ફરી કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે. હવે સવાલ એ ઊભો થાય છે કે જાે ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત સાબિત થશે તો શું તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે કે પછી તેઓ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનતા પહેલા જ રેસમાંથી બહાર થઈ જશે. ગુરુવારે, ડોનાલ્ડ ટ્રમ્પ ન્યુ જર્સીની કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં તેમણે પોતાને નિર્દોષ જાહેર કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બર ૨૦૨૦ માં યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામોને રોકવા અને બદલવાનો પ્રયાસ કરવાના આરોપમાં કોર્ટમાં જઈ રહ્યા છે. આ ચૂંટણીઓમાં ડેમોક્રેટ્‌સના જાે બાઈડને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા,

તો કેટલીક જગ્યાએ ટ્રમ્પે ખોટી ગણતરીનો આરોપ લગાવ્યો અને અવરોધ સર્જયો હતો. ખાસ વાત એ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના આ કેસની સુનાવણી ભારતીય મૂળના અમેરિકન જજ મોક્ષિલા ઉપાધ્યાય કરી રહ્યા છે. ૭૭ વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા મહિનાઓથી કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે. થોડા સમય પહેલા તેમની પણ એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જાેકે બાદમાં તેઓ જામીન પર બહાર આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કુલ ચાર કેસ ચાલી રહ્યા છે. જેમાં દેશ વિરુદ્ધ છેતરપિંડી, કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ, કાયદાકીય પ્રક્રિયાને રોકવાનું ષડયંત્ર અને નિયમોના ઉલ્લંઘનની વાત કરવામાં આવી છે, ચારેય આરોપોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને નિર્દોષ ગણાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને તેના માટે તેમણે પોતાનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ખાસ વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ૨૮ ઓગસ્ટે કોર્ટમાં હાજર થવાનું છે અને તે પહેલા રિપબ્લિકન પાર્ટીની ઉમેદવારી માટે ચર્ચાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે,

સવાલ એ છે કે શું તેઓ ચૂંટણી પ્રચાર કરી શકશે કે નહીં ? જવાબ એ છે કે એવું નથી, કેસની સુનાવણી દરમિયાન પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે અને પ્રચાર કરી શકે છે. જાેકે, તેમણે પહેલા પાર્ટી સ્તરે ઉમેદવારીની લડાઈ જીતવી પડશે, જેના માટે આ મહિને ચર્ચા શરૂ થશે. અમેરિકામાં ઘણીવાર એવું જાેવા મળે છે કે, કોઈ કેસની સુનાવણી માટે લાંબો સમય રાહ જાેવી પડી શકે છે. નિષ્ણાતોને પણ આ મામલે ઝડપી સુનાવણીની આશા ઓછી છે, આવી સ્થિતિમાં આ બાબતો ડોનાલ્ડ ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અવરોધ નહીં બને. એટલે કે આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં જાે ડોનાલ્ડ ટ્રમ્પ જીતી જાય છે તો તેઓ રાષ્ટ્રપતિ બની શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા હેડલાઇન્સમાં રહે છે, રાષ્ટ્રપતિ હોવા છતાં તેઓ એક વિવાદાસ્પદ પાત્ર રહ્યા અને તેમના કામ, નિવેદને માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હંગામો મચાવ્યો. જાે કે, તેઓ ૨૦૨૦ની ચૂંટણી પણ ખૂબ જ નજીવી સરસાઈથી હારી ગયા હતા અને હવે ૨૦૨૪ની ચૂંટણીમાં તેમને આશા છે કે તેઓ ફરીથી જીતનો રેકોર્ડ બનાવી શકશે.

Follow Me:

Related Posts