રાષ્ટ્રીય

ડોલર સામે ભારતીય રૂપિયો ફરી ૧૨ પૈસા ઘટ્યો

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા આ મહિને વ્યાજદરમાં વધારાના સંકેતો વચ્ચે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા ઘટીને ૭૯.૦૬ થયો હતો. બુધવારે અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૮.૯૪ ના સ્તર પર બંધ થયો હતો. ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં, યુએસ ડોલર સામે રૂપિયો ૭૯.૦૫ પર ખૂલ્યો હતો અને પછી ઘટીને ૭૯.૦૬ થયો હતો, જે અગાઉના બંધ ભાવની સામે ૧૨ પૈસાનો ઘટાડો દર્શાવે છે. ફોરેક્સ ટ્રેડર્સનું કહેવું છે કે બુધવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવેલા પગલાંએ રૂપિયામાં ઘટાડો મર્યાદિત કર્યો. ભારતીય રિઝર્વ બેંક એ બુધવારે યુએસ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને રોકવા માટે વિદેશી હૂંડિયામણ પ્રવાહ સંબંધિત ધોરણોને ઉદાર બનાવવાની સાથે ઈઝ્રમ્ (વિદેશમાંથી વાણિજ્યિક ઉધાર) માર્ગ હેઠળ બાહ્ય ઉધાર મર્યાદા બમણી કરી છે.

દરમિયાન, છ મુખ્ય કરન્સી સામે યુએસ ડૉલરની સ્થિતિ દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ ૦.૨૧ ટકા વધીને ૧૦૬.૮૭ પર હતો. ઈન્ટરનેશનલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૦.૭૮ ટકા વધીને ઇં૧૦૧.૪૮ પ્રતિ બેરલ થઈ ગયું છે. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૩૩૦.૧૩ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. મ્દ્ગઁ પારિબાના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે, “સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં સકારાત્મક વલણ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી રૂપિયાને ટેકો મળ્યો છે. આ સિવાય વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદીએ પણ રૂપિયાને ટેકો આપ્યો છે. યુએસ ડોલર અનુસાર , ડોલરની મજબૂતાઈ અને વૈશ્વિક રોકાણ જાેખમ સેન્ટિમેન્ટમાં નબળાઈએ રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબૂત કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. જાે ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલરની નીચે રહેશે તો તે નીચલા સ્તરે રૂપિયાને મજબૂત ટેકો આપશે.

Related Posts