ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ૧૦૩ વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા અને ઇનોવેટીવ પધ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું
અમરેલી ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ૧૦૩ વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા અને ઇનોવેટીવ પધ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું.ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે શિક્ષકદિન ની અનોખી ઉજવણી કરવામાં આવી. સામાન્યરીતે બધા વિદ્યાર્થીઓ શિક્ષક બનીને આ દિવસની ઉજવણી કરતા હોય છે. કલામ ઇનોવેટીવ સ્કૂલ ની અંદર વિદ્યાર્થીઓએ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપીને શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરી હતી. ગણિત અને વિજ્ઞાન વિષયમાં પ્રવૃતિલક્ષી શિક્ષણ આપીને વિદ્યાર્થીઓએ મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિદ્યાર્થીઓએ અલગ પ્રકારે આ ઉજવણી કરીને અનેક પ્રયોગોનું પ્રવૃત્તિલક્ષી જ્ઞાન મેળવ્યું હતું. કાર્યક્રમ ના અંતે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અનુભવો અને પ્રતિભાવ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
Recent Comments