fbpx
ગુજરાત

ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે યોજાયેલ કિડોવેશન વર્કશોપમાં અમદાવાદની નામાંકિત શાળાના વિધાર્થીઓ અને વાલીઓ જોડાયા.

અમદાવાદની નામાંકિત શાળાઓના વિધાર્થીઓ બન્યા અમરેલી કલામ કેમ્પસના મહેમાન,વિધાર્થીઓ અને એમના જાગૃત વાલીઓ ખાસ કલામ કેમ્પસમાં પધાર્યા અને રોબોટીક્સ, લેઝર કટર, વાહ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની  અંદર વિશેષ પ્રવૃતિઓ કરી. કલામ કેમ્પસના વિધાર્થીઓ અમદાવાદની નામાંકિત સંસ્થાઓના વિધાર્થીઓને વિશેષ ટ્રેનિંગ આપી અને વિવિધ કલામ કેમ્પસમાં ચાલતા વિવિધ સ્કીલ પ્રોગ્રામથી મહિગાર કર્યા.સામાન્ય રીતે અભ્યાસ માટે લોકો બહાર મોટા શહેરોમાં જતા હોય છે પરંતુ કલામ કેમ્પસ ખાતે આ અનોખો કાર્યક્રમ યોજાયો જેમાં અમદાવાદની નામાંકિત સંસ્થાઓના વાલીઓ અને વિધાર્થીઓ આવ્યા અને અમરેલીમાં એક વિશેષ કિડોવેશન વર્કશોપ યોજાયોઆ વર્કશોપની અંદર ટીકરીંગ ઇન્ડીયા ના ફાઉન્ડર ધ્રુવ સૈડવા મહત્વપૂર્ણ મેન્ટર તરીકે જોડાયા હતા તેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિટીના બાળકોને રૂલર ઇકોમોની વિશે તેમજ રૂલર ઈનોવેશન વિશે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત આ બધા વિધાર્થીઓએ વાહ કમ્યુનિટી સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી આ ઉપરાંત રાત્રી દરમિયાન ટેલિસ્કોપ પર ચંદ્રદર્શન પણ કર્યું હતું.બે દિવસનો આ કિડોવેશન વર્કશોપ નાના શહેરોની તમામ સ્કૂલ માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.

Follow Me:

Related Posts