ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા આયોજિત એસ્ટ્રોમેલા ની અંદર ૧૧૦૦ થી વધારે લોકોએ ચંદ્રયાન અને અવકાશ વિજ્ઞાન ની માહિતી મેળવી
અમરેલી ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા આયોજિત એસ્ટ્રોમેલા ની અંદર ૧૧૦૦ થી વધારે લોકોએ ચંદ્રયાન અને અવકાશ વિજ્ઞાન ની માહિતી મેળવી.સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અમરેલી માં કાર્યરત ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ દ્વારા પ્લાનેટોરિયમ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર 360 ડિગ્રી પ્રોજેકટર દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ યાત્રા ની અદ્દભુત સફર કરાવવામાં આવી. વિદ્યાર્થીઓ ને ચંદ્રયાન ના ખાસ મૂવી શો દ્વારા સ્પેસ અને એસ્ટ્રોનોમી ની વિશેષ માહિતી આપવામાં આવી. કોલકતા અને મુંબઈ ની અંદર રહેલા પ્લાનેટોરીયમ શો જેવું જ હુંબહુ તેવું જ પ્લાનેટોરીયમ ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ઉભું કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા ના વિદ્યાર્થીઓને એસ્ટ્રોનોમી વિશેષ માહિતી મળી શકે તેવા હેતુ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગામડાના અને નજીકના શહેરના વિદ્યાર્થીઓને ઘર આંગણે આવી વિશાળ તક મળી રહે તેવા હેતુ થી આ ખાસ પ્રકારનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં આ ખાસ પ્રકારનો મૂવી શો જોવા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ માં આ મૂવી જોયા બાદ સાયન્સ અને ખગોશાસ્ત્ર વિશે ની જાગૃતતા વધી હતી
Recent Comments