fbpx
અમરેલી

ડો. કાનાબારની ટીમ દ્વારા ધારી શહેરનાં વાવાઝોડા અસરગ્રસ્‍ત પરિવારોમાં રેડક્રોસની 1પ0 કીટોનું વિતરણ

અમરેલી પછી હવે ડો. કાનાબારની ટીમ દ્વારા ધારી શહેરનાં વાવાઝોડા અસરગ્રસ્‍ત પરિવારોમાં રેડક્રોસની 1પ0 કીટોનું વિતરણ

ગત તા. 17મીના રોજ આવેલ ભભતાઉતેભભ વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતમાં અમરેલી જીલ્‍લામાં થઈ હતી. એમાં પણ જાફરાબાદ, રાજુલા, ખાંભા, સાવરકુંડલા, ધારી અને બગસરા તાલુકામાં સવિશેષ રહી હતી. કોવીડના બીજા વેવ દરમયાન આંશિક લોકડાઉનના કારણે માત્ર ગરીબ જ નહિં પણ મઘ્‍યમ વર્ગ પણ આર્થિક મુશ્‍કેલીમાંથી પસાર થઈ રહયો છે. આવા સમયે ત્રાટકેલા વાવાઝડોડાંના કારણે લોકોની હાલત ભભપડયા પર પાટુંભભ જેવી થઈ છે. જેમને ખુબ જ નુકશાન થયું છે તેવા ઝુંપડા અને કાચાં મકાનોમાં રહેતાં લોકોને કામ લાગે તેવી ઘરવખરી – તાલપત્રી,  રસોઈના વાસણોનો સેટ, પ્‍લાસ્‍ટીક ડોલ, મચ્‍છરદાની, ચાદર, ટુવાલ તથા નહાવાઅને કપડાં ધોવાના સાબું સહિતની વસ્‍તુઓની 300 કીટોનું વિતરણ શુક્રવારે અમરેલી શહેરના બહારના વિસ્‍તારોમાં ડો. કાનાબારની રાહબરી હેઠળ કરવામાં આવ્‍યું હતું. રેડક્રોસ સોસાયટી દ્ધારા તૈયાર કરાયેલ 1પ0 જેટલી આવી કીટોનું વિતરણ તા. રરના શનિવારે ધારીની પશુ દવાખાનાની બાજુના છાપરા વિસ્‍તાર, વિશ્‍વકર્મા વિસ્‍તાર, ઈસબગઢ અને ભરવાડ શેરી, ખોજા પા વિસ્‍તાર અને ડેમના કાંઠાના વિસ્‍તારમાં જરૂરિયાતમંદ અને અસરગ્રસ્‍ત પરિવારોમાં કરવામાં આવેલ. ધારી શહેરના આ વિતરણમાં ડો. ભરત કાનાબાર સાથે, ધારી-બગસરા વિસ્‍તારના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, અમરેલી જીલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ગુજરાત રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન સુમિતભાઈ ઠકકર, પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા, જીલ્‍લા પંચાયતના ઉપપ્રમુખ ભુપતભાઈ વાળા, ધારી નગરપંચાયત પ્રમુખ જીતુભાઈ જોષી, પૂર્વ ધારી ભાજપ પ્રમુખ ભરતભાઈ શેઠ, જીલ્‍લા ભાજપના પૂર્વ મંત્રી હિતેષભાઈ જોષી, ધારી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ જીલ્‍લા ભાજપ ઉપપ્રમુખ અતુલભાઈ કાનાણી, ભાજપ અગ્રણી કેતનભાઈ સોની, પરેશભાઈ પટૃણી, અમરેલી જીલ્‍લા મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મધુબેન જોષી, પ્રદેશ યુવા મોરચાના ઉપાઘ્‍યક્ષ મનીષભાઈ સંઘાણી, ધારી ભાજપ અગ્રણી ખોડભાઈ ભુવા તથા રેડક્રોસ સોસાયટીની ટીમ વતીડીઝાસ્‍ટર સેલના સુરેશભાઈ ગામી, મધુભાઈ આજુગીયા, જીલ્‍લા ભાજપ મંત્રી જયેશભાઈ ટાંક, જીલ્‍લા ભાજપના કોષાઘ્‍યક્ષ દીપકભાઈ વઘાસીયા, વિપુલભાઈ ભટૃી, ચેતનભાઈ રાવળ, કમલેશભાઈ ગરાણીયા, લાલાભાઈ જોષી, નયનભાઈ જોષી (બેદી), રેડક્રોસના વિપુલભાઈ રાદડીયા તથા અમરેલી નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર તુલસીભાઈ મકવાણા જોડાયા હતા.

Follow Me:

Related Posts