fbpx
અમરેલી

ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રાનો સેવાયજ્ઞ અવિરત

કોરોનાના બન્ને વેવાં જરૂરિયાતમંદોમાં ૯૦૦૦ થી વધુ રાશન કીટોનું વિતરણ , હોસ્પીટલમાં દાખલ થયેલ દર્દી અને તેમના સગાઓને ટીફીન સેવા તથા વિનામૂલ્યે એમ્બ્યુલન્સ તેવા અને ખેડૂતોને કૃષિ વિરાણ ભરપાઇ કરવા માટે રીવોલ્વીંગ ફંડ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવા , અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા અને રેડક્રોસ બ્લડ એના ચેરમેન અને સેવાભાવી તબીબ ડો . ભરત કાનાબારની ટીમે અમરેલી શહેરમાં કોઇપણ સહારા વગર સંઘર્ષ કરી રહેલ ગંગાસ્વરૂપ ૭પ જેટલી વિધવા બહેનોને જીવન જરૂરીયાતની ચિજવસ્તઓની કીટનું વિતરણ કરવાનું અભિયાન હાથ પર લીધું છે.

ત્રણ વ્યક્તિના પરિવારને લગભગ ૪ મહિનો નહી ચાલે તેટલું રાશન અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટ દરેક વિધવા બહેનોને અપાશે. લગભગ ૫૦૦૦ રૂપીયાની કિંમતની આ કીટ માટે ડો. કાનાબાર દ્વારા માત્ર સોશીયલ મીડીયામાં અપીલ કરતાં અનેક લોકો દ્વારા આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલ છે.

આ કીટ વીતરણનો કાર્યક્રમ તા . ૧૧ ના રવિવારે સવારે ૯ થી ૧૦ વચ્ચે અજમેરા કન્યા વિદ્યાલયમાં રાખેલ છે . જેમાં કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલા, તથા ગુજરાત રાજ્યના મંત્રી આર.સી.મકવાણાના વરદ હસ્તે કીટ વીતરણ કરાશે.

Follow Me:

Related Posts