રાજકોટ વન પ્રેમી ડો. મનસુખ રંગાણી અને ડો.નીલા રંગાણી વર્ષોથી સદભાવના વૃદ્ધાશ્રમ વૃધ્ધાશ્રમ સાથે જોડાયેલા છે. તેઓ બંને 25 વર્ષથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે.તેમની રંગાણી હોસ્પિટલ બિગ બજાર પાછળ,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાજુમાં આવેલું છે. આ ડોક્ટર દંપતીને સંતાનમાં બે દીકરીઓ છે. અત્યારના આધુનિક સમયમાં પણ પુત્ર હોવો જ જોઇ એ એવું માનનાર સમાજને એક મેસેજ આપવા માંગે છે કે પુત્ર હોય કે પુત્રી બંને નું સરખું જ મહત્વ છે. બંને દીકરીઓ મેડીકલ ફીલ્ડમા જ અભ્યાસ કરે છે. મોટી દીકરી ડો અનેરી રંગાણી એ રાજકોટની ગવર્મેન્ટ મેડીકલ કોલેજમાથી એમ.બી.બી.એસની ડિગ્રી મેળવેલ છે અને હવે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આગળ વધશે. નાની દીકરી જયતિ રંગાણી પુના એ.એફ.એમ.સી આર્મ્ડ ફોર્સ મેડીકલ કોલેજમા ફાઇનલ એમ.બી.બી.એસમા અભ્યાસ કરે છે. તેમને પણ પ્રકૃતિ, પર્યાવરણ સાથે વધુ લગાવ છે.તેઓ પયૉવરણ માટે પહેલેથી જ કાર્યરત છે.ડો.મનસુખ રંગાણી ખેડૂત પુત્ર છે. તેઓ ખેતી સાથે બાળપણથી જ જોડાયેલા છે. પર્યાવરણ અને ખોરાક જેટલો સારો હોય તેટલું જ સ્વાસ્થ્ય સારું હોય છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મૂકવામાં આવેલી ડોનેશન પેટીનું તેમની હોસ્પિટલમાંથી ગયેલા દાનથી તેમના નામનું વૃક્ષ વાવવામાં આવ્યું તે તેમને જાણ થતાં તેઓ સદભાવના વૃદ્ધાશ્રમ ના કાર્યથી પ્રેરાઈ સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાયેલા છે. જો કોઈ ઝાડ પોતે વાવે છે.તો તેનો ઉછેર કરવો શક્ય બનતું નથી. સદભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષો વાવી તેનો ઉછેર પણ કરે છે. અત્યાર સુધી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 20 લાખ વૃક્ષો વાવી અને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. તેઓ સદભાવના વૃદ્ધાશ્રમ સાથે સહયોગમાં જોડાયા છે. રંગાણી પરિવાર છેલ્લા બે થી અઢી વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાયને વિવિધ સેવા કાર્યો કાર્ય કરે છે. તેમણે પોતાના ઘરે જ ગાર્ડન બનાવ્યું છે જેમાં તેઓ 250 થી વધુ વૃક્ષો, છોડનો ઉછેર કરી રહ્યા છે. ડો.નીલા રંગાણીએ પયૉવરણ પર ઘણી બધી કવિતાઓ પણ લખી છે. તેમના ઘરના ગાર્ડનમાં ઘણા પક્ષીઓએ માળા પણ બનાવ્યા છે એટલે તેમને પર્યાવરણ અને પક્ષીઓ માટે કુદરતી વાતાવરણ ઊભું કર્યું છે. તેમની બંને દીકરીઓના જન્મદિવસ પર પણ વૃક્ષો વાવી, સદભાવના વૃદ્ધાશ્રમનાં વૃદ્ધો અને દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી છે. જેથી તેમની દીકરીઓમાં પણ સારા સંસ્કારોનું સિંચન થાય. ડો. નીલા પોતાના ગાર્ડનમાં સુંદર ફૂલોથી પાણીમાં રંગોળી પણ બનાવે છે. સ્વસ્થ જીવન માટે અબોલ જીવો, પર્યાવરણ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ તેવી લોકોને અપીલ પણ ડો. રંગાણી દંપતી દ્વારા અપીલ કરવામાં આવી છે.
ડો. મનસુખ રંગાણી ડો.નીલા રંગાણી પરિવાર દ્વારા પર્યાવરણની અવિરત સેવા

Recent Comments