ડો.રામની અધ્યક્ષતામાં શૈક્ષણિક મંચ સંગોષ્ઠી-૩ સાસણ ખાતે સંપ્પન

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ અવૈધિક રીતે શિક્ષણના મહાઅભિયાન માટે જાણીતી સંસ્થા બની ગઈ છે.વર્ષે બે વખત કોઈને કોઈ વિષયને કરીને કેન્દ્રિત કરીને સંગોષ્ઠી એટલે કે પરીસંવાદનું આયોજન કરવામાં આવે છે. તેમાં શિક્ષણક્ષેત્રના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેતાં હોય છે આ સિવાય પણ શિક્ષણની નીતિગત રજૂઆતોમાં આ સંસ્થા અગ્રેસર ભુમિકા ભજવે છે. સંસ્થાના સંયોજનમાં શ્રી તખુભાઈ સાંડસુર અને સહસંયોજકો તરીકે શ્રી શામજીભાઈ દેસાઈ, ડો.મહેશભાઈ ઠાકર જીતુભાઈ જોશી જેવા કર્મઠ શિક્ષક સાધકો તેમાં વિશેષ સહયોગી બને છે
સંગોષ્ઠી-૩ તાજેતરમાં તારીખ 22 અને 23 એપ્રિલના રોજ સાસણના ગીર વન ફાર્મ ખાતે સંપન્ન થઈ ગઈ. જેમાં ગીરના દેવળીયા સફારી પાર્કની મુલાકાત અને કુરેશી બાગની મુલાકાત ખૂબ રસપ્રદ રહી.
સંગોષ્ઠીના પ્રથમ દિવસે ઉદ્ઘાટન બેઠકમાં ઉપસ્થિત નાયબવન સંરક્ષક શ્રી ડો. મોહન રામે જણાવ્યું કે સાસણ એ વૈવિધ્યથી ભરપુર એવું અભ્યારણ્ય છે. હું પણ હવે ઘણાં બધાં લાંબા સમય પછી આ અભ્યારણ્ય અને ગુજરાતની સાથે ગુજરાતી બની ગયો છું તેનો મને આનંદ છે. આપ સૌ સાસણમાં આવો તે મને ગમે અને અમારા વિવિધ કાર્યક્રમોમાં પણ આપ જોડાશો તેનું ઈજન આપું છું. અને જ્યાં જરૂર પડે ત્યાં વન વિભાગ સહયોગી બનવા શૈક્ષણિક સંસ્થાઓને સાથે જોડાવા સંમત છે.પક્ષીવિદ્ શ્રી અજીતભાઈ ભટ્ટે “ગીરની પક્ષી સૃષ્ટિ” વિષય પર અને શ્રી રોહિતભાઈ વ્યાસે” ગમતા ગીરનું વૈવિધ્ય” વિષય પર વાર્તાલાપ આપ્યાં હતાં.આ બેઠકમાં શ્રી ગફારભાઈ કુરેશી (પર્યાવરણ),શ્રી દમયંતીબા સિંધા (તબીબી સેવા),શ્રી ગુલાબચદ પટેલ (સમાજસેવા) નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
બીજા દિવસના અંતિમ સત્રમાં ગુજરાત શૈક્ષણિક મંચ દ્વારા પ્રકાશિત થયેલ” શિક્ષણના ધ્રુવ ધારકો “પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં માંગરોળ આર્ટસ કોલ કોમર્સ કોલેજના અધ્યાપક અને વિદ્વાન વક્તા પ્રો. પ્રશાંતભાઈ ચાહવાલા ઉપસ્થિત હતાં. તેઓએ કહ્યું કે શિક્ષણમાં આ પ્રકારના કાર્યક્રમ સૌ શિક્ષક ભાઈ બહેનો માટે નોળવેલ સમાન હોય છે. હતાશા નિરાશા વગેરેમાંથી બહાર આવીને ઉત્સાહ ઉમંગથી કામ કરવાં આ પ્રકારના કાર્યક્રમો આંતરિક શક્તિમાં વધારો કરે છે. આ બેઠકમાં ગુજરાતના ચાર શિક્ષકોને ગુજરાત ફોરમ શિક્ષક એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જેમાં કચ્છના શ્રી દિપકભાઈ મોતા રાજકોટના શ્રી અનુભાઈ રાતડીયા ખેડાના હિતેશભાઈ બ્રહ્મભટ્ટ અને મહેસાણાના સુશ્રી નયનાબેન સુથારનો સમાવેશ થતો હતો. આ એવોર્ડ શિક્ષણકાર શ્રી મહેશભાઇ ઠાકરના ધર્મપત્ની સ્વ.દીપિકાબેન ઠાકરની પુણ્ય સ્મૃતિમાં તેઓના પરિવાર સહયોગથી આપવામાં આવ્યાં હતાં. જેમાં રૂપિયા 2100ની રોકડ રાશી, પ્રશસ્તિપત્ર સાલ અને પુસ્તકથી તેમનું સન્માન કરી વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું હતું.
રસાળ ચારણી સાહિત્યમાં સંચાલન શ્રી ભગવતદાન ગઢવીએ કર્યું હતું.આભારદશૅન શ્રી જીતુભાઈ જોશીએ કર્યું હતું.કાર્યક્રમને સફળ કરવા અનેક સાધકો સમગ્ર ગુજરાતના 15 જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષણ સંલગ્ન ભાઈ બહેનો સામેલ થયાં હતાં.
Recent Comments