ડો.હેડગેવાર સેવા સમિતિ – સાવરકુંડલા દ્વારા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન.

તારીખ ૦૩-૦૯-૨૦૨૩,રવિવારના રોજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સાવરકુંડલા નગર કબડ્ડી ટુર્નામેન્ટનું સંસ્કાર વિદ્યાલય સાવરકુંડલા ખાતે આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કુલ ૧૧ ટીમે ભાગ લીધેલ હતો, જેમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓની કબડ્ડી ટીમ A પ્રથમ વિજેતા ટીમ તથા રનર્સ-અપ કબડ્ડી ટીમ B દ્વિતીય ક્રમમાં આવેલી હતી.
જેમાં વિશેષ ઉપસ્થિતિ પ્રિ.ડો.એસ.સી.રવિયા સાહેબ અને કોલેજના સ્પોર્ટ્સ ટીચર એજાજભાઈ કાજીની રહેલ. જેની હર્ષની લાગણી વ્યક્ત કરતા તારીખ ૦૪-૦૯-૨૦૨૩ સોમવારના રોજ કોલેજમાં વિજેતા ખેલાડીઓનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં પ્રિ.ડો.એસ.સી. રવિયા સાહેબે પ્રાસંગિક ઉદ્દબોધન સાથે સમગ્ર સ્પર્ધાનો વિજયનો શ્રેય સ્પોર્ટ્સ ટીચર એજાજભાઈ કાજીને આપ્યો હતો અને કોલેજના કબડ્ડીના ખેલાડીઓને બિરદાવ્યા હતા અને જિલ્લા કક્ષાએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કક્ષાએ પણ માતૃસંસ્થાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. અધ્યાપક મંડળ દ્વારા ખેલાડીઓને સમૂહ ભોજન કરાવવામાં આવેલ અને સહવિશેષ પ્રોત્સાહિત કરેલ.એમ પાર્થ ગેડીયાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
Recent Comments