ડીઆરડીઓ અને ભારતીય નૌકાદળે શુક્રવારે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ (વર્ટિકલ શોર્ટ રેન્જ મિસાઈલ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ ટૂંકા અંતરની મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન આ મિસાઈલે ઓછી ઉંચાઈ પર ઉડતા હાઈ-સ્પીડ એર ટાર્ગેટને નિશાન બનાવ્યું હતું.
અત્યાધુનિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરીને મિસાઈલ પ્રણાલીએ લક્ષ્યને સચોટ રીતે શોધી કાઢ્યું અને સફળતાપૂર્વક તેને રોકી લીધું. એવું માનવામાં આવે છે કે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ મિસાઈલ સશસ્ત્ર દળોમાં વધુ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપશે. આ માધ્યમ દ્વારા, નિકટતા ફ્યુઝ અને ઘણા અદ્યતન હથિયાર સિસ્ટમ તત્વોનું પરીક્ષણ કરવામાં આવશે.રક્ષા મંત્રી રાજનાથ સિંહે વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ (ફન્જીઇજીછસ્) સરફેસ-ટુ-એર મિસાઈલના સફળ ફ્લાઇટ ટ્રાયલ માટે ડ્ઢઇર્ડ્ઢં અને ભારતીય નૌકાદળ અને તમામ હિતધારકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ મિસાઈલ સશસ્ત્ર દળોમાં વધુ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપશે.
Recent Comments