ડ્રગ્સ કેસમાં ડ્રગના વેપારી શાદાબ બટાટાની ધરપકડ બાદ આ મામલે અભિનેતા એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું. એનસીબીની ટીમને એજાઝ ખાન અને બટાટા ગેંગ વચ્ચે કેટલીક કડીઓ મળી હતી, જેની તપાસ બાદ અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે. હવે અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓ વધી છે.
ડ્રગ્સ કેસમાં અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓ વધી છે. ડ્રગ્સ કેસમાં ૮ કલાકની પૂછપરછ બાદ એજાઝ ખાનની ધરપકડ કરવામાં હતી હવે કોર્ટે ૩ એપ્રિલ સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી દીધો છે. મંગળવારે એજાઝ ખાન રાજસ્થાનથી મુંબઇ પરત ફર્યો ત્યારે એનસીબીએ તેની અટકાયત કરી હતી. એનસીબીની ટીમ એજાઝના અંધેરી અને લોખંડવાલામાં પણ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
એજાઝ અગાઉ પણ જેલમાં જઈ ચુક્યો છે. ગયા વર્ષે ફેસબુક પર વિ
વાદિત વીડિયો પોસ્ટ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે તેની કલમ ૧૫૩-એ કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.આ અગાઉ ૨૦૧૮માં તેની ડ્રગના કેસમાં મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની બેલાપુર હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હાલના કેસમાં કોર્ટમાં હાજર થતાં પહેલાં એજાઝ ખાને કહ્યું હતું કે દરોડા દરમિયાન તેના ઘરમાંથી ઉંઘની ૪ ગોળીઓ મળી આવી છે. પત્નીનો ગર્ભપાત થયો જેના કારણે તે ડિપ્રેશનમાં હતી અને માટે તેની પત્ની ઉંઘની ગોળીઓ લેતી હતી.
Recent Comments