બોલિવૂડ

ડ્રગ્સ મામલે રિયાના વકીલે કહ્યું એનસીબીની ચાર્જશીટને ફુસ્સી બોમ્બ, એનસીબીનું ફોકસ રિયાને ફસાવવામાં છે

સુશાંત સિંહ રાજપુત ડેથ કેસ બાદ ડ્રગ્સ એંગલમાં તપાસ કરતા એનસીબીએ ૧૨૦૦૦ પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત ૩૩ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ૩૩ લોકોમાં રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, ડ્રગ પેડલર કરમજીત, આઝમ, અનુજ કેસવાણી, ડુએન ફનાર્ન્ડિઝ તથા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ પણ સામેલ છે. આ ચાર્જશીટમાં ૫ લોકોને ફરાર બતાવવામાં આવ્યા છે.રિયા ચક્રવર્તી તથા શોવિક પર એનડીપીએસ એક્ટ હેઠળ સેક્શન ૨૭એ તથા ૨૯ હેઠળ ચાર્જિસ લગાવવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે તેમની પર ડ્રગ્સના પ્રોક્યોરમેન્ટ, ઈલિસિટ ફાયનાન્સિંગ તથા ટ્રેફિકિંગના ચાર્જિસ છે. જેના પર રિયાના વકીલ સતીશ માનશિંદેનું રિએક્શન સામે આવ્યું છે.

માનશિંદેના કહેવા મુજબ- ૧૨૦૦૦ પેજની ચાર્જશીટની આશા હતી.એનસીબીના તમામ પ્રયાસો રિયા ચક્રવર્તીને ફસાવવા માટેના છે. ૩૩ આરોપીઓ પાસેથી જે નારકોટિક્સ સબ્સટેંસેસ જપ્ત થયું છે, તે તેના પ્રમાણમાં કંઈ જ નથી. જેટલું મુંબઇ પોલીસનો એક કોન્સટેબલ કે નારકોટિક્સ સેલ કે પછી એરપોર્ટ કસ્ટમ એક રેડ કે ટ્રેપમાં રિકવર કરી લે છે, ઉપરથી લઇને નીચે સુધીની પૂરી એનસીબીની ટીમ બોલિવૂડમાં ડ્રગ્સ એન્ગલને ઉજાગર કરવામાં કામે લાગી છે. તપાસ દરમિયાન જે લોકોના ઘેર રેડ પાડી તેમની પાસેથી બહુ ઓછા પુરાવા મળ્યા છે. હું આશ્ચર્યમાં છું કે આવું કેમ? કાંતો આરોપ ખોટા છે કાં તો ભગવાન જ સાચુ જાણે છે. આ ચાર્જશીટ એક ફુસ્સી બોમ્બ છે, જે વગરકારણની સાક્ષીઓ અને સુપ્રીમ કોર્ટના તુફાન સિંહ જજમેન્ટના બાદ પણ એનડીપીએસ એક્ટના સેક્શન ૬૭ હેઠળ અપાયેલા નિવેદનોના પાયા પર ઉભી છે. રિયા ચક્રવર્તીને આરોપી બનાવવા સિવાય આ કેસમાં કોઈ સાર નથી. જામીન દરમિયાન હાઇકોર્ટને કથિત ડ્રગ્સ ટ્રેડ્‌સને ફાઇનાન્સ કરવાને લઇને પહેલી વાર કોઈ સામગ્રી મળી નથી. જાેકે જીત અંતે અમારી જ થશે. સત્યમેવ જયતે.

Related Posts