ડ્રગ્સ સાથે પકડાયેલ યુવતીને પોલીસ બનવાની ઈચ્છાને ૪ મહિલા પોલીસે તાલીમ શરૂ કરાવી
નશીલા દ્રવ્યોના સેવનથી નારાજ માતા-પિતાને પણ પોલીસે સમજાવતા તેમને પણ પુત્રીની ભૂલને માફ કરી સ્વીકારી છે. દરમિયાન સાત દિવસ સુધી ચારેય મહિલા પોલીસ સતત સાથે રહ્યાં બાદ યુવતીએ કહ્યું કે, પોતાને આ ડ્રગના નશામાંથી બહાર આવવા પોલીસ ભગવાન થઇ આવી છે. હવે પછી હું આ દૂષણનો શિકાર નહિ બનું અને અન્ય યુવક-યુવતીઓને પણ આ દૂષણથી દૂર રાખવા પોતાને પોલીસમાં ભરતી થવું હોવાની વાત કરી હતી. યુવતીની આ વાત સાંભળી ચારેય મહિલા પોલીસે અધિકારીઓને જાણ કરી યુવતીની વાતનો તુરંત અમલ કરી પોલીસમાં ભરતી થવા માટેની ગ્રાઉન્ડ તાલીમ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યુવતીએ કોલેજના બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો હોય ફરી અભ્યાસ ચાલુ કરવાનો પણ ર્નિણય કર્યો છે. હાલ યુવતી રાત્રીના સમયે તેના માતા-પિતા સાથે ઘરે રહે છે. વ્યસનથી મુક્ત કરાવવા માનવતાના આ અભિયાનમાં સાત દિવસ સુધી સતત સાથે રહેલી ચારેય મહિલા પોલીસે પણ તેમની પોલીસ તરીકેની ખરા અર્થમાં ફરજ બજાવ્યાનું કહ્યું છે. રમતગમત ક્ષેત્રે ચારેય મહિલાએ પોલીસ તંત્રનું નામ રોશન કર્યું છેરેસકોર્સ પાસે આવેલી હોટેલમાંથી થોડા દિવસ પહેલા ઇન્જેક્શનથી એમ.ડી.ડ્રગનું સેવન કરતા યુવક, યુવતી સહિત ત્રણ વ્યસનીઓને પોલીસે પકડી પાડ્યા હતા. તે સમયે પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ પકડાયેલી યુવતીને આ દૂષણથી બચાવવા અને તેનું ભવિષ્ય ઊજળું બને તે માટે મનોચિકિત્સ પાસે સારવાર કરાવી હતી. બાદમાં યુવતી સાથે મહિલા પોલીસ નેહલબેન મકવાણા, ગાયત્રીબા ગોહિલ, શાંતુબેન અને બંસીબેન ચૌહાણ સતત સાથે રહી કાઉન્સેલિંગ કરી તેને નશીલા દ્રવ્યોના સેવનથી દૂર રાખી હતી.
Recent Comments