સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડ અને હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સના ડ્રગ કેસમાં નામ આવી ગયા છે જેમાં કેટલાક જેલમાં જઈને આવ્યા છે. આ ગંભીર મુદ્દાને લઈને રિયા ચક્રવર્તી અને શાહરૂખનો દીકરો પણ જેલમાં જઈ ચૂક્યો છે. પરંતુ અહીં અમે સાઉથની સ્મોલ ઈન્ડસ્ટ્રીના એક સ્ટાર વિશે વાત કરી રહ્યા છે. હાલમાં જ જાણકારી મળી છે કે નાના પડદાના દક્ષિણના અભિનેતા અને અન્ય ૨ લોકોની કતાકા પોલીસે ડ્રેગ પેડલિંગ (ડ્ઢિેખ્ત ઁીઙ્ઘઙ્ઘઙ્મૈહખ્ત)મામલામાં ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો આંતર-રાજ્ય ડ્રગ નેટવર્ક અથવા ડ્રગ્સની આંતર-રાજ્ય ગેંગ ચલાવતા હતા.ટીવી સિરિયલમાં કામ કરી ચૂક્યો છે શિયાઝ. કર્ણાટક પોલીસે કેરલમાં એક નાના પડદાના અભિનેતા સહિત ત્રણ ડ્રગ તસ્કરોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી શુક્રવારે ૧૯૧ ગ્રામ એમડીએમએ અને ૧૨.૫૦ લાખ રૂપિયાની કિંમતનો ૨.૮૦ કિલોગ્રામ ગાંજાે જપ્ત કર્યો છે.
આરોપીઓની ઓળખ શિયાઝ, મોહમ્મદ શાહિદ અને મંગલ થોડી જથિન તરીકે થઈ છે. તમામ આરોપી કેરલના રહેવાસી છે અને આરોપી શિયાઝ (જીરૈઅટ્ઠડ) મલયાલમ ટેલિવિઝનમાં એક્ટર તરીકે કામ કરતો હતો. પોલીસના અનુસાર, આરોપી અહીંની પ્રખ્યાત કોલેજના વિદ્યાર્થી અને ઉચ્ચ વર્ગના લોકોને ડ્રગ્સ વેચતા હતા. તેઓ સાથે મળીને આંતર-રાજ્ય ડ્રગ ગેંગ ચલાવતા હતા અને પોલીસે તેમના પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (દ્ગડ્ઢઁજી) ૧૯૮૫ લગાવ્યો હતો. સૂચના મળવા પર પોલીસે બેંગલુરુએ નિફ્ટ કોલેજની પાસેથી બે આરોપીઓની ધરપકડ કરી છે અને ૬ લાખ રૂપિયાની કિંમતનું ૧૦૧ ગ્રામ એમડીએમએ અને ૨.૮૦ કિલોગ્રામ ગાંજાે જપ્ત કર્યો છે.
પોલીસે બંને આરોપીઓની પૂછપરછ પછી આગ્રા લેક સ્થિત સર્વિસ રોડની પાસે ત્રીજા આરોપીની નશીલા પદાર્થો વેચતો હોવાની સૂચના મળી હતી. ડીસીપી સાઉથ ઈસ્ટ સી.કે. બાબાએ આંતરરાજ્ય ડ્રગ કાર્ટેલને તોડવા માટે પોલીસકર્મીઓના પ્રયાસોની પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જાન્યુઆરીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ દરોડા પાડ્યા હતા જ્યાં એક ટોલિવૂડ અભિનેત્રીની ડ્રગ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એનસીબીના હાથે એક ડ્રગ પેડલર (ડ્ઢિેખ્ત ઁીઙ્ઘઙ્ઘઙ્મીિ) લાગ્યો હતો. વિભાગે પેડલર પાસેથી ૪૦૦ ગ્રામ એમડી જપ્ત કર્યું હતું. આ ડ્રગ પેડલર કુર્લા, અંધેરી, વર્સોવા અને નવી મુંબઈના વિસ્તારોમાં ઘણા સમયથી સક્રિય હતા.
Recent Comments