ડ્રાયફ્રૂટના ખરીદીમાં કોર્પોરેટ કંપનીના ઓર્ડર ૪૦% ઘટ્યા

શરદપૂનમ આવી ગઇ હોવા છતાં કોર્પોરેટ કંપની તરફથી આવતા ઓર્ડરની શરૂઆત થઇ નથી. સૌથી વધુ ભાવઘટાડો બદામમાં જાેવા મળ્યો છે. તેમજ દિવાળી પછી હજુ ભાવઘટાડો જાેવા મળે તેવી સંભાવના છે. રાજકોટમાં ડ્રાયફ્રૂટ માર્કેટમાં દિવાળીના તહેવાર નિમિત્તે રૂ.૫૦ કરોડથી વધુ રકમનો વેપાર થાય છે. રાજકોટમાં જે ડ્રાયફ્રૂટ આવે છે તે અમેરિકા,અફઘાનિસ્તાન, આફ્રિકા,બેંગ્લોરથી આવે છે. જ્યારે કાજુના ભાવમાં કોઈ વધઘટ નથી થયો.દિવાળીના તહેવારમાં ડ્રાયફ્રૂટની ખરીદી સામાન્ય દિવસો કરતા વધુ રહેતી હોય છે અને ભાવમાં પણ ઉછાળો આવતો હોય છે. તેના બદલે આ વખતે ઊલટી પરિસ્થિતિ જાેવા મળી છે. ડ્રાયફ્રૂટના ભાવમાં રૂ.૨૦ થી લઇને રૂ.૨૦૦ સુધીનો ભાવઘટાડો આવ્યો છે. આમ છતાં બજારમાં હજુ ઘરાકીનો અભાવ હોવાનું વેપારીઓ જણાવે છે. ડ્રાયફ્રૂટના વેપારી રવિભાઈ કણસાગરાના જણાવ્યાનુસાર આ વખતે કોર્પોરેટ કંપની તરફથી આવતા ઓર્ડરમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. દરેક વખતે નવરાત્રિથી જ ઓર્ડર શરૂ થઈ જતા હોય છે.
Recent Comments