fbpx
બોલિવૂડ

‘ડ્રાય ડે’ની જાહેરાત થઈ, ફિલ્મ ડ્રાય ડે પોસ્ટર થયું રીલીઝ

પંચાયત અને કોટા ફેક્ટરી જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી ફેમસ થયેલો જીતુ ભૈયાની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ તેઓ એક ખાસ વિષય પરની ફિલ્મ લાવી રહ્યા છે, જે આ વખતે પ્રાઈમ વીડિયો પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. એક્ટર જિતેન્દ્રના નવા પ્રોજેક્ટનું નામ છે

‘ડ્રાય ડે’ જેમાં સચિન પિલગાંવકરની પુત્રી શ્રેયા પિલગાંવકર તેની સાથે જાેવા મળશે. ‘ડ્રાય ડે’ એક કોમેડી-ડ્રામા છે, જેમાં જિતેન્દ્ર કુમાર ગન્નુના રોલમાં જાેવા મળશે. તે એક નાનો સમયનો ગુંડો છે જે સિસ્ટમ સામે એક સફર પર નીકળે છે. પોતાના પ્રિયજનોનો વિશ્વાસ અને પ્રેમ મેળવવાના આ ભાવનાત્મક મિશન વચ્ચે, ગન્નુ માત્ર બાહ્ય પડકારોનો જ નહીં, પરંતુ તેની પર્સનલ અસુરક્ષા અને દારૂની સમસ્યાઓ સાથે પણ સંઘર્ષ કરે છે.. ઓટીટી પ્લેટફોર્મ પર ‘ડ્રાય ડે’નું ફર્સ્ટ લુક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે જ્યાં શ્રેયા અને જિતેન્દ્ર લાલ રંગની કારમાં જાેવા મળે છે.

તેની સામેની પાર્ટી પણ દેખાઈ રહી છે. જ્યારે જીતુ ભૈયાના હાથમાં દારૂની બોટલ છે, મોટા પોસ્ટર પર લખેલું છે કે દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવો. સૌરભ શુક્લા દ્વારા નિર્દેશિત અને એમ્મા એન્ટરટેઈનમેન્ટની ‘ડ્રાય ડે’ને મોનિષા અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણીએ બનાવી છે. આ ફિલ્મમાં જિતેન્દ્ર કુમાર, શ્રિયા પિલગાંવકર અને અન્નુ કપૂર મહત્વના રોલમાં ભૂમિકામાં છે. ‘ડ્રાય ડે’ ૨૨ પ્રાઈમ વીડિયો પર ડિસેમ્બરે હિન્દી અને તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

Follow Me:

Related Posts