આયુષ્માન ખુરાના હાલ નોર્થ ઇસ્ટમાં અનુભવ સિન્હાની સસ્પેન્સ થ્રિલર શૂટ કરી રહ્યો છે. ત્યારબાદ તે બેક ટુ બેક કોમેડી કરવાનો છે. તેમાં એક ‘ડોક્ટર જી’ અને ત્યારબાદ રાજ શાંડિલ્યની ‘ડ્રીમ ગર્લ’ની સિક્વલ છે. ‘ડોક્ટર જી’નું અનાઉન્સમેન્ટ થઇ ગયું છે. ‘ડ્રીમ ગર્લ ૨’નું શૂટ શેડ્યુઅલ થોડા જ દિવસમાં અનાઉન્સ કરવામાં આવશે. રાજે કહ્યું, આ ફિલ્મ તો છે જ, સાથે જ હું જે ફિલ્મોને ટાઈમ ન હોવાના કારણે કરી શકતો ન હતો તેને પ્રોડ્યુસ કરી રહ્યો છું. ફૌજા સિંહની બાયોપિક. ઉમંગ કુમાર તેને ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની કાસ્ટ પણ નક્કી થઇ ગઈ છે. અમે ટૂંક સમયમાં નામ અનાઉન્સ કરવાના છીએ. આવા વિષય પર ફિલ્મો બનવી જાેઈએ. આને અમે ઓગસ્ટમાં શૂટ કરશું.
વિપુલ અમારા રાઇટર છે. તે ફૌજા સિંહથી ઘણા પ્રેરિત થયા હતા તો તેણે તેમના પર સ્ટોરી લખી. રાજ આગળ જણાવે છે કે, ‘ડિરેક્ટર તરીકે ડ્રીમ ગર્લ ૨ હજુ લખાઈ રહી છે. પહેલો પાર્ટ લખ્યા લખ્યા બાદ મેં આયુષ્માનને કહ્યું પણ હતું કે હું જે પણ ફિલ્મ લખીશ, સૌથી પહેલા તેને જ પીચ કરીશ. તે કોઈ કારણસર ના પાડે છે તો જ બીજે જઈશ. હાલ તો ફિલ્મ રાઇટિંગ સ્ટેજ પર છે. હજુ તેને સ્ટોરી તો નરેટ નથી કરી પણ એટલું જરૂર કહીશ કે તે આ ફિલ્મમાં લીડ હશે. જ્યાં સુધી કોન્ટ્રાક્ટ વગેરે સાઈન ન થઇ જાય, ત્યાં સુધી ૧% અનિશ્ચિત માનીને ચાલો. બાકી કાસ્ટમાં નુસરત ભરૂચા પણ છે.
અન્નુ કપૂર પણ છે. આ બંને ૧૦૦% ઓન બોર્ડ છે. રાજે જણાવ્યું કે આ વખતે અમારા હીરોનું પ્રોફેશન અલગ હશે. આ ફિલ્મની અમે સિક્વલ અને ફ્રેન્ચાઇઝી ડેવલપ કરી રહ્યા છીએ. એટલે કે જ્યાં પાર્ટ વનની સ્ટોરી પૂરી થઇ હતી, ત્યાંથી સ્ટોરી આગળ વધશે. બેકડ્રોપ પણ મથુરા, વૃંદાવન રહેશે. માત્ર હીરોનું પ્રોફેશન અલગ રહેશે.
Recent Comments