ઢસાગામ મુકામે બી.એલ.રાજપરા પરીવાર દ્વારા આયોજીત પટેલ સમાજવાડી પ્રવેશદ્વાર લોકાર્પણ અને સ્નેહમિલન કાર્યક્રમ
ગઢડા સ્વામીના ઢસાગામ મુકામે બી.એલ.રાજપરા પરીવાર દ્વારા આયોજીત પટેલ સમાજવાડી પ્રવેશદ્વાર લોકાર્પણ અને સ્નેહમિલન કાર્યક્રમ ઢસાગામે માતુશ્રી દિવાળીબેન લવજીભાઈ શામજીભાઈ રાજપરા પરીવાર ઢસાગામનાં સંપૂર્ણ આર્થિક સહયોગથી તૈયાર થયેલ ભવ્ય અને દિવ્ય પટેલ સમાજવાડી પ્રવેશદ્વારનું લોકાર્પણ તા.૧૮.૧૧.૨૦૨૩ નાં શુભદિવસે BAPS મંદિરનાં કોઠારી સ્વામી શ્રી અધ્યાત્મસ્વરૂપદાસજી તથા ભારત સરકારનાં કેબીનેટ મંત્રી માન. શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબનાં કરકમલો દ્વારા સંપન્ન થયેલ છે.
આ સાથે આયોજીત સ્નેહમીલન સમારોહમાં ભારત સરકારનાં કેબીનેટમંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ, અમરેલીનાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ગુજરાત ભાજપનાં ઉપાધ્યક્ષશ્રી અને પૂર્વગૃહમંત્રીશ્રી ગોરધનભાઈ ઝડફીયા, ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારી-બગસરાનાં ધારાસભ્યશ્રી જે. વી. કાકડીયા, સાવરકુંડલાનાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, રાજકોટનાં ધારાસભ્યશ્રી રમશેભાઈ ટીલાશ, લાઠી-બાબરા નાં ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, સુરતનાં મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત ૨હયા હતા તેઓશ્રીઓનું મોમેન્ટો, શાલ, પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા આયોજક પરીવાર દ્વારા વિશિષ્ટ સન્માન ક૨વામાં આવ્યું હતુ.
આ ઉપરાંત માજીધારાસભ્યશ્રીઓ, ટીંબી હોસ્પિટલનાં પૂર્વપ્રમુખ શ્રી ખીમજીભાઈ દેવાણી, બોટાદ જીલ્લા પંચાયતનાં પૂર્વપ્રમુખશ્રી ધનશ્યામભાઈ વિરાણી, બોટાદ જીલ્લા સંઘનાં પ્રમુખશ્રી સુરેશભાઈ ગોધાણી, મહુવા માર્કેટયાર્ડનાં ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, અમદાવાદનાં અગ્રણી બિલ્ડર તેમજ અન્નપૂર્ણાધામ ના પ્રમુખ શ્રી રવજીભાઈ વસાણી, અગ્રણી બિલ્ડર શ્રી પરશોતમભાઈ ગેવરીયા, સુપ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી મનસુખભાઈ વસોયા, રીચથીકર (મોટીવેટર) શ્રીમતિ અંકિતાબેન મુલાણી, હાસ્યકલાકાર શ્રી ઘનશ્યામભાઈ લાખાણી તથા શ્રી સુખદેવભાઈ ધામેલિયા, શ્રી હરજીભાઈ નારોલા (દામનગર), વિવિધક્ષેત્રનાં વિશિષ્ટ મહાનુભાવો, આંમત્રિતશ્રીઓ, સગાસ્નેહીઓ, ઢસાગામ તથા ઢસાર્જ નાં અંદાજીત ૨૦૦૦ થી વધુની વિશાળ સંખ્યામાં વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને બાળકોની ઉપસ્થિતમાં સંપન્ન થયેલ છે.
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ – ટીંબીનાં મેને.ટ્રસ્ટીશ્રી બી.એલ. રાજપરા તથા શ્રી લલીતભાઈ રાજપરા, શ્રી ભાવેશભાઈ રાજપરા અને શ્રી સંદિપભાઈ રાજપરા નાં સંપૂર્ણ આર્થિક સહયોગથી પટેલ સમાજવાડી પ્રવેશદ્વાર નિર્માણ તેમજ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવેલ.આયોજક પરીવારનું ઢસાગામ પટેલ સમાજવાડીનાં ટ્રસ્ટીઓ, ઢસાગામ પંચાયત સરપંચશ્રી તથા કમીટી સભ્યોશ્રીઓ તેમજ ઢસાનાં અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ વિરાણી દ્વારા સન્માનપત્ર, શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત ક૨વામાં આવેલ.
Recent Comments